<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ કાલાવડ માર્કેટ યાર્ડમા 1180 રૂપિયા સુધી બોલાયો: 20 યાર્ડના ભાવ: જુઓ સંપુર્ણ યાદી

ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 652.60 ટન મગફળીની આવક થઇ : કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 652.60 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ કાલાવડ માર્કેટ યાર્ડમા 1180 રૂપિયા બોલાયો હતો. રાજકોટમાં કપાસનો ઉંચો ભાવ 1090 રૂ. અને નીચો ભાવ 880 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય મોરબીમાં 1156 રુ., ગોંડલમાં 1151 રૂ., વેરાવળમાં 1123 રૂ., જેતપુરમાં 1111 રૂ., માંગરોળમાં 1105 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 652.60 ટન મગફળીની આવક થઇ છે.

(10:16 PM IST)