News of Friday, 11th April 2025
અમદાવાદમાં ડુપ્લિકેટ પોલીસની આખી ગેંગ પકડાઈ
ગુજરાતમાં હવે ડુપ્લીકેટ અધિકારી પકડાવુ ભલે નવું નહીં હોય, પણ આ વાંચી આ નવું બોલ્યા વગર રહેવાશે નહિ : પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક દ્વારા નકલી અધિકારીઓ પકડવા શરૂ કરેલ વિશેષ ઝુંબેશ અંતર્ગત મોટી સફળતા : સેકટર વડા જયપાલસિંહ રાઠોડ, ડીસીપી રવિ સેનીના માર્ગદર્શનમાં એસીપી પ્રદીપસિંહ જાડેજા અને પીઆઇ બી. એસ. જાડેજા, પીએસઆઇ એન. આર. સોલંકી અને સ્ટાફને જ્વલંત સફળતા

રાજકોટ, તા. ૧૧: રાજ્યમાં ડુપ્લીકેટ અધિકારીઓની વધતી જતી સંખ્યા અંગે અમદાવાદના અનુભવી પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક દ્વારા આ બાબતને ખૂબ ગંભીર ગણી આ બાબત પણ ટોપ પ્રાયોરીટી લિસ્ટમાં સામેલ કરી આખા અમદાવાદ પોલીસને સતર્ક કરી છે. જેમાં જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના નેતળત્વમાં ઈસનપુર પીઆઇ બી. એસ. જાડેજા પીએસઆઇ એન.આર. સોલંકી તથા સ્ટાફે મેદાન મારતા તેમના પર સિનિયર અધિકારીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
પકડાયેલ તમામ આરોપીઓ ભૂતકાળમાં પણ અનેક વખત ડુપ્લીકેટ પોલીસ બનવાના ખેલ કરી લોકોને લુંટી લેવાની મોડેસઓપરેન્ડી ધરાવતા હોવાનું ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસ દ્વારા સેક્ટર વડા જયપાલસિંહ રાઠોડ, ડીસીપી રવિ સૈનીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી થયેલ.
આધારે આરોપીઓ (૧) યાસીન ઉર્ફે પપૈયો શબ્બીરભાઈ કુરેશી ઉવ. ૩૪ રહે. ચાર માળિયા, વટવા, અમદાવાદ, (૨) મોહસીન રફિકભાઈ શેખ ઉવ. ૩૫ રહે. ચાર માળિયા, વટવા, અમદાવાદ તથા (૩) અબરાર અબ્દુલ સતાર પઠાણ ઉવ. ૨૯ રહે. બેરલ માર્કેટ, દાણીલીમડા, અમદાવાદની ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી પાસેથી મુદામાલ રોકડ રૂ. ૨૮,૧૦૦/- તથા ગુન્હામાં વાપરેલ મોટર સાયકલ કબ્જે કરવામાં આવેલ છે.(૬.પ)
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
