News of Friday, 11th April 2025
વડોદરાના સિનોરના સાઘલી ગામે શ્વાનનો આતંક : ત્રણ વર્ષની બાળકી પર કર્યો હુમલો : ગંભીર ઇજા
બાળકીને વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડાઇ

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે. સાધલી ગામની એકતા નગર સોસાયટીમાં રહેતી ત્રણ વર્ષની બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો, શ્વાને બાળકીને ઘેરીને હુમલો કરતા બાળકીને ભારે ઈજાઓ પહોંચી છે. બાળકીને તાત્કાલિક સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવાઈ હતી, પરંતુ ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં બાળકીને દાખલ કરવી પડી હતી
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
