<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

યુવાનોમાં કંપવાતની બીમારીના પ્રમાણમાં ૧૪%નો ચિંતાજનક વધારો

આજે પાર્કિન્‍સન્‍સ ડેઃ અગાઉ વયસ્‍કોમાં પણ ૬૦ વર્ષની ઉંમર કે તેથી વધુની ઉંમરમાં જોવા મળતો હતો, આજે યુવાઓ પણ તેનો શિકાર પાર્કિન્‍સન્‍સનો રોગ મહિલાઓ કરતા પુરુષોમાં વધુ પ્રમાણમાં મોબાઈલનો વધુ પડતો ઉપયોગ, જંકફૂડ, બેઠાડું જીવનશૈલીને કારણે યુવાઓમાં પણ કંપવાતનું પ્રમાણ વધ્‍યું

વડોદરા તા.૧૧: મગજમાં હવૈચાઇન ગામનું કેમિકલ બજાવતા હોપમાં વસારાના કારવો પાર્કિન્‍સન્‍સન નામનો રોગ (દવાવતા વાઘ છે. આ રોગ ન્‍યુરોજનરેટીય રોગ છે. આ રોગનું પ્રમાણ યુવાનોમાં ચિંતાજનક રીતે વધી રહ્યું છે. એક અંદાજ મુજબ ૧૪ ટલ જેટલો વિજમક વધારો યુવાનમાં જોવા મળી રચ્‍યો છે. આ રોગ મહિલાઓ કરતા પુરુષોમાં વધારે જેવા મળે છે. આથી આ રોગ જયારે યુવાનોમાં થાય છે. ત્‍યારે સમગ્ર કુટુંબની આર્થિક સ્‍થિતિ ડામાડોળ થઈ જાાય છે. શહેરમાં એક અંદાજ મુજબ દર વર્ષે ર૫૦ થી ૩૦૦ નવા દર્દીઓ આ રોગના ઉમેરાય છે.

મગજના ચોકકસ પ્રકારના ચેતાતંતુઓ ક્ષતીના કારણે શરીરમાં ધ્રુજારી કે કંપનો કરાવતા રોગને કંપવાત કે પાર્કિન્‍સન્‍સ તરીકે ઓળખાય છે. વયસ્‍કોને મુંઝવતા આ રોગ વિશે જાગૃતિ લાવવા માટે ૧૧ એપ્રીલના દિવસે વિશ્વ પાકિન્‍સન્‍સ ડે તરીકે ઉજવવામાં આવે છે. જે ડો.જેમ્‍સ પાર્કિન્‍સન્‍સનો જન્‍મ દિવસ છે.

આ રોગમાં નિષ્‍ણાંત ડોક્‍ટરની તપાસ દ્વારા જ પાર્કિન્‍સન્‍સ રોગનું નિદાન થવું જોઈએ. આ ઉપરાંત પાર્કીન્‍સન્‍સ સિન્‍ડ્રોમની શકયતા હોય ત્‍યારે મગજનો એમઆરઆઇ કરાવવામાં આવે છે. આરોગને જડમૂળથી નાબુદ કરી શકે તેવી કોઈ સારવાર પધ્‍ધતી હાલ ઉપલબ્‍ધ નથી પરંતુ રોગના લક્ષણોને મહદ અંશે કાબુ કરવા માટે કેટલીક દવાઓ ઉપલબ્‍ધ છે. દવાઓ લેવા છતા રોગના લક્ષણોમાં અપેક્ષીત સુધારો ન આવે કે વકરી ગયેલા રોગની સ્‍થિતીમાં કેટલીક વખત સર્જરીનો સહારો લેવામાં આવે છે. તેમાં ડીપબ્રેઇન, સ્‍ટીમ્‍યુલેશન સર્જરી, અબ્‍લેશન સર્જરી કે કોષાપ્રત્‍યાર્પણ જેવા વિકલ્‍પો ઉપલબ્‍ધ છે.

કારેલીબાગ મેન્‍ટલ હોસ્‍પિટલના અધિક્ષક ડો. રાકેશ શાહે જણાવ્‍યું હતું કે પાર્કિન્‍સન્‍સના દર્દીમાં દવાની આડ અસર થતા દર્દીના કાનમાં ભણકારા વાગે, બીક લાગે તેવું થાય છે. જેમાં દવાના પ્રમાણમાં ફેરફાર કરવા છતાં દર્દીને ફેર લાગતો નથી. ત્‍યારે સાઇકીયાટ્રીકની સારવાર પણ લેવામાં આવે છે. પાર્કીન્‍સન્‍સથી પીડાતા દર્દીઓ પૈકી ૩૦ ટકા દર્દીઓ માનસીક રોગની ઝપટમાં આવી શકે છે. આ રોગમાં યોગ્‍ય જીવનશૈલી જ કારગત નીવડે છે.

ભારત નાટયમ કરવાથી

આ રોગના ચિન્‍હોમાં સુધારો

એલોપેથી વિજ્ઞાનમાં પાર્કીન્‍સન્‍સના રોગને કાબુમાં રાખવા માટે સાઇકલીંગ અસકારક હોવાનું તબીબો જણાવે છે. જેમાં સાઇકલીંગ કરવાથી ડોપામીનર્જીક ન્‍યુરોની કાર્યક્ષમતા વધે છે તથા મગજમાં પાર્કીન્‍સન્‍સને આગળ વધતો અટકાવી શકાય છે.

ભારત નાટયમ કરવાથી પણ રોગના ચિન્‍હોમાં સુધારો થતા જોવા મળ્‍યો છે. આ ઉપરાંત એરોબીકસ કસરત કરવાથી પણ ફાયદો જોવા મળ્‍યો છે.

પાર્કીન્‍સન્‍સના

લક્ષણો જાણવા જરૂરી

ચહેરાના હાવભાવ ઓછા થવા, લખાણના અક્ષર નાના કદના થઇ જવા, આંખની પાંપણની ઉઘાડ બંધ ઓછી થવી, અવાજ ધીમો અને ઉતાર ચઢાવ વગરનો થવો, યાદશકિતમાં ઘટાડો થવો, ઉંઘ ખલેલગ્રસ્‍ત થવી, મો માંથી લાળ પડવી, સંઘવાની શકતી ઓછી થવી, પેશાબ તથા મળત્‍યાગની ક્રિયાઓ પરનું નિયંત્રણ ઘટી જવું.

(12:21 PM IST)