<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

‘વન નેશન વન ઈલેક્‍શન'ને ગુજરાત બાર કાઉન્‍સિલનો ટેકો

જનરલ બોર્ડ મિટિંગમાં ખાસ ઠરાવ પસાર

અમદાવાદ, તા.૧૧: અમદાવાદમાં આવેલ ગુજરાત બાર કાઉન્‍સિલની ઓફિસ ખાતે આજે બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે. જે. પટેલની અધ્‍યક્ષતામાં જનરલ બોર્ડની મિટિંગ મળી હતી. જેમાં ૨૦ સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. બાર કાઉન્‍સિલના મુખ્‍ય એજન્‍ડામાં વન નેશન વન ઇલેક્‍શનને સમર્થન આપતો ઠરાવ પસાર કરવાનો હતો. જે સત્તર સામે ત્રણ સભ્‍યોના મતથી ઠરાવ પસાર થયો હતો. આ તબક્કે ચેરમેન જે.જે. પટેલે જણાવ્‍યું હતું કે, વન નેશન વન ઈલેકશન સીસ્‍ટમ રાષ્‍ટ્રના હિતમાં ખાસ કરીને દેશના નાગરિકોના હિતમાં હોવાની સાથે સાથે દેશના વિકાસમાં તે ક્રાંતિકાર સાબિત થાય તેમ હોઈ આવા બિનજરળરી અને વાહિયાત વિરોધ થકી રોડા નાંખવાનું વિપક્ષે બંધ કરવું જોઈએ આમ કહી વિપક્ષના વિરોધને ફ્‌લાવ્‍યો હતો. વન ઇલેકશન ઠરાવ પસાર કરવાની ઉગ્ર માંગણી કરતાં જણાવ્‍યું હતું કે, વન નેશન વન ઇલેકશન પધ્‍ધતિ દેશમાં અમલી બને તો સમય, પૈસો અને માનવશકિત બચશે. દેશને સ્‍થિરતા, ૮ એક વિકાસ, સુશાસન સહિતના અનેકફાયદાઓ પણ પ્રાપ્‍ય બનશે. આમ, બંને પક્ષે પોતપોતાની માંગણીને લઇ શાબ્‍દિક ચકમક વચ્‍ચે થોડી ક્ષણ માટે વાતાવરણ ગરમાયુ હતું અને આખરે બહુમતી સભ્‍યોના જોરે વન નેશન વન ઈ લેકશનનો ઠરાવ વિધિવત રીતે પસાર કરવામાં આવ્‍યો હતો.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આવેલા ૨૭૨ બાર એસોસિએશનની ચૂંટણી પણ વર્ષના અંતે ડિસેમ્‍બર મહિનામાં યોજવામાં આવે છે.

 મળત્‍યુ પામેલા વકીલોના પરિવારોને રૂ.૫૬ લાખ જેટલી મળત્‍યુ સહાય આપવા પણ ઠરાવ પસાર કરવામાં આવ્‍યો છે. જ્‍યારે કાઉન્‍સિલ તરફથી રેગ્‍યુલર ફી ભરનાર વકીલ મળત્‍યુ પામે તો તેના પરિવારને પ લાખની આર્થિક મદદ કરવામાં આવે છે. તાજેતરમાં ગાંધીનગર ખાતે કેન્‍દ્રીય ગળહમંત્રી અમિત શાહની હાજરીમાં નવા વકીલોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. ઉપરાંત આ બેઠકમાં ૨૫ જેટલા વકીલો સામે કોર્ટ અને તેમના અસીલોએ કરેલી ફરિયાદો ઉપર પગલાં લેવા કેસો બાર કાઉન્‍સિલની શિસ્‍ત કમિટીને રિફર કરવામાં આવ્‍યા છે.

(12:28 PM IST)