<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

બિઝનેસમેનના હદયમાં છૂપાયેલ કલાકાર રૂપેશ શાહ

૭૩ વર્ષની વયે ૧૫૦ થી વધુ ઓઇલ પેન્‍ટીંગ બનાવ્‍યા, સોલો એકઝીબીશન કર્યુ અને તેની આવક અમદાવાદની સંસ્‍થામાં દાનમાં આપી

પ્રિય વાંચક મિત્રો આજે અનોખા  વિષય સાથે આવી છું. કહેવત છે ને કે ‘‘મન હોય તો માળવે જવાય'' એવા એક સિરામિક ઇન્‍ડસ્‍ટ્રીના બિઝનેસ, સોન્‍યા સિરામિકસના માલિક ચેમ્‍બર ઓફ કોમર્સના ભુતપૂર્વ પ્રેસિડન્‍ટ ચિત્ર જગતમાં અદકેરૂ ઊંચું સ્‍થાન ધરાવતા શ્રી રૂપેશભાઇ શાહની વાત કરીશ. મનમાં અને હદયમાં રહેલી કળા અને તેના પ્રત્‍યેનો સાચો પ્રેમ કયારેક જીવનમાં અનેરો રંગ લાવે છે.પોતાના બિઝનેસમાં આખુ આયખું વ્‍યતિત કર્યા બાદ ૩૫ વર્ષે પોતાનો સૂતેલો ચિત્ર કરવાનો શોખ જાગ્‍યો આજે ૭૩ વર્ષની ઉંમરે ૧૫૦ ઉપરાંત ઓઇલ પેન્‍ટીંગ દ્વારા ગાંધીજીના, બનારસના ઘાટના, હિમાલયના, પાલીતાણાના, નેપાળના મંદિરના, કેદારનાથ વગેરે અગણિત સ્‍થળોના પેન્‍ટીંગ કરી ખૂબ લોક ચાહના મેળવી છે. અનેક એકઝિબિશન કર્યા બાદ પોતાનું આર્ટ ગેલેરીમાં સોલો એકઝીબિશન કર્યુ અને તેથી વિશેષ તેમાંથી મળેલ આવક આદર્ર્શ અમદાવાદ નામની સદકાર્ય કરતી સંસ્‍થામાં દાન પેટી આપી.એ કઇ નાની સૂની વાત નથી.

તેમનો ચિત્રનો રસ કેવી રીતે કેળવાયો તે ખૂબ રસપ્રદ વાત છે. રૂપેશભાઇ મારા મોટા ભાઇ અમે ત્રણ ભાઇ બહેનો. જેમાં સૌથી મોટા મારાભાઇ, બાળપણથી અમારા ઘરમાં ભણતર, ધર્મ અને કળા સંકળાયેલી. પપ્‍પા બિઝનેસમેન, મમ્‍મી સિતાર વગાડે અને મમ્‍મીના પપ્‍પા એટલે કે અમારા નાના લહુ મોટા ચિત્રકાર, ગાંધીજીના પરમ મિત્ર. અને આજે પણ ગાંધી આશ્રમમાં જે ચિત્રો છે તે અમારા નાના ચંદુલાલ છગનલાલ શાહના દોરેલા છે. જે તેમણે આશ્રમમાં ભેટ આપ્‍યા હતા. બાળપણથી રૂપેશભાઇ નાના મિત્ર દોરતા હોય રૂપેશભાઇની ચિત્રમાં આવડત જોઇને નાનાને ચિંતા થઇ તેમણે રૂપેશભાઇને કહ્યું તારે ચિત્ર કરવાનું નથી તારે પિતાનો બિઝનેસ કરવાનો છે. અને રૂપેશભાઇનું શીખવાનું બંધ થઇ થયું સમય જતાં રૂપેશભાઇ અમેરિકા ભણવા ગયા. અને પાછા આવી બિઝનેસમાં જોડાયાં.

લગ્ન કર્યા જાનકીભાભી નોપણ હુંફ ભર્યો સહકાર સાંપડયો પણ ચિત્ર કલાનું બી રોપાઇ ગયું હતું. તેઓ બહારગામ જાય સમય મળે ત્‍યારે પેન, પેન્‍સિલ, લઇને બેસી જાય સ્‍વીટ કટલેન્‍ટ કાશ્‍મીર, કે બનારસ જાય તેઓ થોડા થોડા  પીકચર દોરતાં. અને એક સિરામીક ઇન્‍ડસ્‍ટ્રીના બિઝનેસમેન તરીકે  નામના મેળવી.

પણ ૩૫ વર્ષની ઉંમરે તેમના સુસુપ્ત અવસ્‍થામાં રહેલો ચિત્રકલાનો જીવ જાગ્‍યો કે દવે સંસારની લીલીવાડી સાથે ખૂબ નામના મેળવી હવે ચિત્ર નહી કરું તો કયોર કરીશ? અને તેમણે શ્રી  નટુભાઇ પરીખ પાસે ચિત્રકામની બારીકીઓ શીખવાની શરૂ કરી. રૂપેશભાઇ નિયમિત પણે રોજ ફેકટરી સાથે પણ પોતાની કળા માટે સમય કાઢવા અને ચિત્ર કરવા બેસવા લાગ્‍યા અને નાન મોટા એકઝીબિશન કરવા લાગ્‍યા તેઓ ઓઇલપેન્‍ટ વોટરકલર એક્રીલીક પેન્‍ટીંગનું કામ કરવા લાગ્‍યા જેમાં બ્રશના સ્‍ટ્રોકસ, નાઇફના સ્‍ટ્રોકસ તેમાં ટેકક્ષચર નું કામ પણ આવે તેમના ૩ પ્રિય વિષય છે. બનારસઅ જેમાં નિકોલસ શેરીક  રશિયાના મોટા પેઇન્‍ટર થઇ ગયા .

તેમના લગ્ન ભારતની પ્રસિધ્‍ધ એકટ્રીસ દેવીકા રાણી સાથે થયા હતા. જેની કાર્યપધ્‍ધતિથી પ્રેરણા મળી. કમળ પાણીના ફ્રેન્‍ચ આર્ટીટસ્‍ટ મોનટે ખૂબ કામ કર્યુ છે અને તેના થી પ્રભાવિત થયાં.

તેમની કારર્કીદીમાં મહત્‍વનો ફાળો માતા કળાબેન , પિતા ચંદ્રકાન્‍ત ભાઇ, આર્ટ બાજુ નાના, માસી ઉષાબેન , ગુરુ શ્રી નટુભાઇ પરીખ, શ્રી મનહરભાઇ કાપાડિયા અને ભાવેશભાઇ ઝાલા ગણાવે છે. તેઓએ છેલ્લુ સોલો એકઝીબિશન કર્યુ. ખૂબ સુંદર-પ્રતિસાદ સાંપડયો તેમણે આવેલ ૬ લાખ રૂપિયાની આવક આદર્શ અમદાવાદને દાનમાં આપી.મને હંમેશ રૂપેશભાઇમાં જ્ઞાન, કળા, અને ઉમદા હદયનો સુભગ સમન્‍વય જોવા મળે છે.તેમને મારા વંદન.(૩૮.૧૮)

ડો.મોનિકા શાહ

પ્રખ્‍યાત શાષાીય અને ઉપશાષાીય ગાયિકા આરાધના સંગીત એકાદમી ᅠઆકેર્ડની

[email protected]

મો.૯૮૯૮૦૬૯૩૫૦

(1:17 PM IST)