<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

કોંગ્રેસને હવે સરદાર પટેલને યાદ કરવાની જરૂર પડી, એને ખબર છે કે હવે નેહરૂ પરિવારનું નામ નહીં ચાલે: નીતિનભાઈ પટેલના પ્રહાર

હવે આ નામ લઈને પણ કોંગ્રેસનું કઈ ચાલવાનું નથી કોંગ્રેસની સરકાર હતી ત્યાં સુધી સરદાર પટેલને ભારત રત્ન ન આપ્યો

કડીમાં સક્રિય કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આ નિવેદન આપ્યું હતું. સાથે જ તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસની સરકાર હતી ત્યાં સુધી તેમણે સરદાર પટેલને ભારત રત્ન ન આપવા દીધો. સરદાર પટેલની સરખામણીએ જેમનું નામ કઈ જ ન કહેવાય તેવા રાજીવ ગાંધીને ભારત રત્ન આપ્યો પરંતુ સરદાર પટેલને ન અપાયો.

 

નીતિનભાઈ  પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસને હવે રહી રહીને સરદાર પટેલને યાદ કરવાની જરૂર પડી કોંગ્રેસને ખબર છે કે હવે નેહરૂ પરિવારનું નામ નહીં ચાલે ઇન્દિરા ગાંધી કે રાજીવ ગાંધીના નામે કોંગ્રેસ દેશમાં નહીં ચાલે સરદાર પટેલનું નામ ડૂબતા માટે તણખલા જેવું સાબિત થયું છે. પણ હવે આ નામ લઈને પણ કોંગ્રેસનું કઈ ચાલવાનું નથી કોંગ્રેસની સરકાર હતી ત્યાં સુધી સરદાર પટેલને ભારત રત્ન ન આપ્યો.

વધુમાં કહ્યું કે, 64 વર્ષ પછી કોંગ્રેસ વાળાને સરદાર વલ્લભભાઈ યાદ આવ્યા સાબરમતી નદીનો તટ કિનારો યાદ આવ્યો અને હવે એવું બોલ્યા કે, આ સાબરમતીના કિનારે આ અહીંયા અમે આવા ઠરાવ કર્યા હતા અને અમારું અધિવેશન મળ્યું હતું. સરદાર વલ્લભભાઈ અમારા નેતા હતા સરદાર વલ્લભભાઈ કોંગ્રેસના પ્રમુખ હતા એવું બધું દાયકાઓ સુધી એમને કેમ યાદ ન આવ્યું.

(2:16 PM IST)