<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

ગુજરાત સરકારની ૪ વર્ષ પછી નવી વ્‍યાપાર નિતીની યોજના

નવી વ્‍યાપાર નીતિ સાથે કૃષિ ક્ષેત્ર માટે મોટું પ્રોત્‍સાહન : નવી નીતિનો ઉદ્‌ેશ કૃષિ, ખાદ્ય પ્રક્રિયા, સંગ્રહ, નિકાસ ઉપરાંત કાર્બનીક અને કુદરતી ખેતીને પ્રોત્‍સાહન આપવાનો છે

અમદાવાદઃ ચાર વર્ષમાં પહેલીવાર, ગુજરાત સરકાર રાજ્‍યનાં કૃષિક્ષેત્રને મોટું પ્રોત્‍સાહન આપવા માટે એક નવી નિતી શરૂ કરવાની તૈયારી કરી રહી છે. વ્‍યાપક કૃષિ વ્‍યવસાય નીતિ-૨૦૨૫નો ઉદેશ ખેડૂતોને તેમના ઉત્‍પાદનમાં મૂલ્‍યવધાનને પ્રોત્‍સાહન આપીને વધુ કમાણી કરવામાં મદદ કરવાનો છે. વાઈબ્રન્‍ટ ગુજરાત સમિટ ૨૦૨૬ રડાર પર હોવાથી આ નિતી ફક્‍ત ખેડૂતો માટે જ નથી. તે કૃષિક્ષેત્ર સાથે સંકાળાયેલા ઉદ્યોગજ્ઞ સાહસિકોને ટેકો અને પ્રોત્‍સાહનો પણ આપશે.

ગુજરાતના કૃષિ અને ખેડૂત કલ્‍યાણ વિભાગનાં અધિક મુખ્‍ય સચિવ અંજુ શર્માએ સચિવાલય સાથે પ્રસ્‍તાવિત નીતિ વિશે વિગતો શેર કરતા જણાવ્‍યું હતું કે નવી નીતિ ઓર્ગેનિક અને કુદરતી ખેતીને પ્રોત્‍સાહન આપશે. તે મૂલ્‍ય વર્ધન, ખાદ્યપક્રિયા, એકમો, કોલ્‍ડ સ્‍ટોરેજ, ઓદ્યૌગિક એકમો અને માળખાગત સહાયો જેવા પાસાઓ પર પણ ધ્‍યાન કેન્‍દ્રિત કરશે. વધુમાં નીતિનો હેતું માર્કેટીંગ, ગ્રાહક પસંદગીઓ, વૈશ્‍વિક વેપાર, વૈશ્‍વિક વેપાર ગતિશીલતા, ડ્રોન ટેકનોલોજી અને એઆઈના વ્‍યાપક ઉપયોગ સંબંધિત પડકારોનો સામનો કરવાનો છે.ે

ગુજરાતના કૃષિ વિભાગે છેલ્લે ૨૦૧૬માં વ્‍યાપક કૃષિ વ્‍યવસાય નીતિ રજૂ કરી હતી, જે ૨૦૧૧માં સમાપ્ત થઈ ગઈ હતી. ત્‍યારથી કોઈ નવી નીતિ નથી આવી. એ હકીકતને આભારી છે કે રાજ્‍ય સરકારે ૨૦૨૨માં શરૂ કરાયેલ આત્‍મનિર્ભર ગુજરાત યોજના હેઠળ કૃષિ-ખાદ્ય પ્રક્રિયાને એક મુખ્‍યક્ષેત્ર તરીકે ઓળખી કાઢયું હતું.

ગુજરાત ભારતની કૃષિ નિકાસમાં મૂખ્‍ય ફાળો આપનાર તરીકે ઉભરી આવ્‍યું છે. કારણ કે તેની કૃષિ પેદાશો તેમજ પ્રોસેસ્‍ડ ફુડ પ્રોડક્‍ટસ વૈશ્‍વિક સ્‍તરે વિકાસ થાય છે. ગત વાઈબ્રન્‍ટ સમિટ દરમ્‍યાન, કૃષિ ક્ષેત્રે ૨૫ થી વધુ બીટુબી અને બીટુજી બેઠકોનું આયોજન કર્યુ હતું, જેમાં કૃષિ-ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગના ખેલાડીઓ અને કૃષિ-મશીનરી ઉત્‍પાદન કંપનીઓની ભાગીદારી જોવા મળી હતી. નવીનીતિમાં આ બેઠકોના પરિણામો ધ્‍યાને લેવાયા

વિભાગના એક અધિકારી અનુસાર, ગુજરાતમાં સમૃધ્‍ધ કૃૃષિ-ખાદ્ય પ્રક્રિયા ઈકોસીસ્‍ટમ વિકસાવવા માટે યોગ્‍ય માળખાગત સુવિધા છે. રાજ્‍યનું પરિવહન નેટવર્ક, કૃષિ ઉત્‍પાદનોની વિવિધતા અને સહાયક માળખાગત સુવિધા તેને આ ક્ષેત્રમાં ઔદ્યોગિક વિકાસ માટે આદર્શ સહયોગને પ્રોત્‍સાહન આપવાનો છે. રાજ્‍ય કૃષિ વ્‍યવસ્‍થાને નોંધપાત્ર વેગ આપવા માટે કેન્‍દ્રીય સંસ્‍થાઓ સાથે સુમેળમાં કામ કરવાની યોજના છે.

૨૦૧૬ની નીતિ હેઠળ, ફુડ પ્રોસેસીંગ યુનિટ સ્‍થાપવા અથવા અપગ્રેડ કરવાના ખર્ચ પર ૨૫ ટકા સબસીડી આપવામાં આવી હતી. કોલ્‍ડ સ્‍ટોરેજ ચેઈન, ફુડ ઈરેડીયેશન, પેકેજીંગ સુવિધાઓ ફુડ પાર્ક અને પ્રાથમિક પ્રક્રિયાઓ અને સંગ્રહ કેન્‍દ્રો સંબંધિત પ્રોજેક્‍ટસ માટે પણ સબસીડી આપવામાં આવી હતી. નીતિમાં કોલ્‍ડ સ્‍ટોરેજ, કાર્ગો કોમ્‍પલેક્ષ, એમએસએમઆઈ એકમો અને આઈએઆઈ અને એફએસઅસએઆઈ જેવા ગુણવત્તા પ્રમાણ પત્રોના કુલ ખર્ચ પર ૫૦ ટકા સબસીડીની જોગવાઈઓ પણ સામેલ હતી. નીતિમાં કૌશલ્‍ય તાલિમ કાર્યક્રમના ખર્ચ પર ૫૦ ટકા પ્રોત્‍સાહનો, જમીન વેચાણ, લીઝ અથવા ટ્રાન્‍સફર પર ૫૦ ટકા સ્‍ટેમ્‍પ ડયૂટી રિફંડ અને ટર્મીનલ આધારિત બજારો, કોએડીટી સ્‍પોટ માર્કેટીંગ અને ખાનગી માર્કેટ યાર્ડસ પર વિશેષ ધ્‍યાન કેન્‍દ્રિત કરીને એપીએમસી કામગીરી માટે સુધારણા યોજના પણ આપવામાં આવી હતી. આ બધા પગલા નવી નીતિ હેઠળ પણ ચાલુ રહેશે.(૪૦.૨૦)

(4:39 PM IST)