તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Friday, 11th April 2025
દમણના રીંગણવાળા વિસ્તારમાં JCB મશીનથી ગેસ લાઈનમાં ભંગાણ થતા ભીષણ આગ ભભૂકી
આગની જ્વાળાઓ 15થી 20 ફૂટ સુધી ઊંચે ઊઠી:JCB મશીન પણ આગની ચપેટમાં: રસ્તા ખોદકામ કરતી એજન્સીના કર્મચારીઓની બેદરકારી

દમણના રીંગણવાળા વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે. નવા રસ્તાના નિર્માણ દરમિયાન JCB મશીનથી ગેસ લાઈનમાં ભંગાણ પડ્યું હતું. આ દુર્ઘટનામાં ગેસ લાઈનમાંથી લીકેજ થતાં આગ ભભૂકી ઊઠી હતી
આગની જ્વાળાઓ 15થી 20 ફૂટ સુધી ઊંચે ઊઠી હતી અને JCB મશીન પણ આગની ચપેટમાં આવી ગયું હતું. ગેસ લાઈનમાં ભંગાણ પડવાથી લાગેલી આગને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, રસ્તા ખોદકામ કરતી એજન્સીના કર્મચારીઓની બેદરકારી સામે આવી છે. આ પહેલા પણ પાણીની પાઈપલાઈન, કેબલ, ફાઈબર અને ગેસ લાઈનને નુકસાન પહોંચાડવાના કિસ્સાઓ બન્યા છે.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને ગેસ લાઈનની ઈમરજન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ માળખાકીય સુવિધાઓને નુકસાન થયું છે.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
