તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Friday, 11th April 2025
મતદારોએ જેને મત આપ્યા હોય ને જે પદ ઉપર બેસાડ્યા હોય અને પૈસા લઈને વેચાણા હોય એને ગદ્દાર કહેવાય : ગેનીબહેન ઠાકોર
ગુજરાતના સાંસદ વિરુદ્ધ પોસ્ટ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે : આ પોસ્ટ મૂકવા વાળાને હું એટલું એટલું જ કહું છું કે ગદ્દારી કોને કહેવાય ?એ શીખી લે

બનાસકાંઠા તા.૧૧ : ગેનીબહેન વિરુદ્ધ પોસ્ટ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.તેમ સાંસદે જવાબ આપતા જણાવ્યું હતું.
ગેનીબહેને ઠાકોરે જણાવ્યું કે, આ પોસ્ટ મૂકવા વાળાને હું એટલું એટલું જ કહું છું કે ગદ્દારી કોને કહેવાય કોઈ મતદારોએ જેને મત આપ્યા હોય ને જે પદ ઉપર બેસાડ્યા હોય અને પૈસા લઈને વેચાણા હોય એને ગદ્દાર કહેવાય. ગદ્દારી માટેનો શબ્દ એ કોના માટે લાગુ પડે એ પહેલા પોસ્ટ મુકવા વાળાને વિચાર કરવો પડે. જ્યારે લોકસભાની અંદર હું ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એ માટે બોલતી હતી એ ટાઈમે એને યાદ ના આવ્યું અને વર્તમાન જે વકફ બોર્ડ હોય કે જે રૂટિન સરકાર એ પોતાની ઈચ્છા મુકતા હોય બિલ અને એની અંદર વિરોધ પક્ષે કે તે ઇન્ડિયા ગઠબંધનને એને મદદ કરવી કે ના કરવી એ પાર્ટી પોલિસીની વાત છે.
અને એને કોઈ પાર્ટીનો નિર્ણય એમને ન ગમ્યો હોય તો એ પાર્ટીને કહી શકે કોઈ વ્યક્તિને ટાર્ગેટ શા માટે બનાવી શકે? અને વ્યક્તિને ટાર્ગેટ બનાવવા માટે કોઈ હકદાર પણ નથી દેશ વડાપ્રધાને એ વકફ બોર્ડની અંદર હાજર રહીને વોટ ન આપ્યો તો અમે થોડો એવો આક્ષેપ કરી શકીએ કે કેમ ન હાજર રહ્યા એ એમનો વિષય છે. એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે આ ચિંતન મહેતા કરીને કોઈ સંઘનો કાર્યકર્તા છે તેએ આવી પોસ્ટ મુકી હતી. અને એક ત્રિકમ બાપુ વડોદરાવાળાએ પણ આ પ્રકારની પોસ્ટ શેર કરી છે.
આ તમામની સામે સાયબર ક્રાઈમની અંદર પોલીસ કેસો પણ થવાના છે અને જરૂર પડે તો એમના ઘરે જઈને હિસાબ પણ માંગવાનો છે કે ભાઈ તમે અમને હિસાબ આપો અને પુરાવો આપો કે ભાઈ અમે કઈ બાબતમાં ગદ્દારી કરી છે. હું કહું છું કે જેની વિચારધારા જ આ કક્ષાની જે રાષ્ટ્રને ખતમ કરવા માટેની જે વિચારધારા હોય એની પાસે ભાઈચારો ના હોય સર્વ ધર્મને એક સન્માન માટેના એમની માટે કોઈ શબ્દ ના હોય.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
