<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

CPIની કેન્‍દ્રીય સમિતિમાં LICના રાષ્‍ટ્રીય લેવલના નેતા હિતેન્‍દ્ર ભટ્ટ ચૂંટાયા : દેશભરમાંથી અભિનંદન

 

રાજકોટ, તા.૧૧: ભારતના સામ્‍યવાદી પક્ષ (માર્કસવાદી)ની કેન્‍દ્રીય સમિતિમાં મૂળ રાજકોટના, હાલ ગાંધીનગર સ્‍થિત અને એલ.આઇ.સી કર્મચારીઓના રાષ્‍ટ્રીય સ્‍તરના સંગઠન AIIEA સાથે જોડાયેલા અગ્રણી અને ગુજરાતના લોકપ્રિય વીમા કર્મચારી નેતા શ્રી હિતેન્‍દ્ર ભટ્ટ સર્વાનુમતે ચૂંટાતા  LIC કર્મચારીઓમાં અને ગુજરાતના સામ્‍યવાદી પક્ષ સાથે જોડાયેલા કાર્યકરોમાં ભારે આનંદની લાગણી વ્‍યાપી ગયેલ છે.

CPI (M) નું રાષ્‍ટ્રીય અધિવેશન તાજેતરમાં મદુરાઈ  ખાતે યોજાયું હતું. તેમાં દેશભરના ૭૩૧ ડેલીગેટ્‍સે ભાગ લીધો હતો. તેમાં આમજનતાને સ્‍પર્શતા આર્થિક, સામાજિક પ્રશ્‍નોની વ્‍યાપક ચર્ચા કરવામાં આવી હતી અને અંતે પક્ષની કેન્‍દ્રીય સમિતિની ચૂંટણી કરવામાં આવી હતી.

તેમાં ગુજરાતના લોકપ્રિય કોમરેડ હિતેન્‍દ્ર ભટ્ટ સર્વાનુમતે ચૂંટાઈ  આવ્‍યા હતા. કોમરેડ ભટ્ટ હાલ સીપીઆઇએમના ગુજરાત રાજ્‍યના મંત્રી પદે પણ સેવા આપે છે.

મૂળ રાજકોટ જિલ્લાના અને રાજકોટમાં જ શિક્ષણ લઈ આગળ આવેલા હિતેન્‍દ્ર ભટ્ટ એલઆઇસી કર્મચારીઓના રાષ્‍ટ્રીય સ્‍તરના સંગઠન AIIEAના જોઈન્‍ટ સેક્રેટરી તરીકે અને વેસ્‍ટ ઝોનના જનરલ સેક્રેટરી તરીકે છેલ્લા ઘણા સમયથી સેવાઓ આપે છે.એલ.આઇ.સી કર્મચારીઓના પગાર સુધારણા સહિતના અનેકવિધ પ્રશ્‍નોમાં એક જાગળત નેતા તરીકે સક્રિય ભૂમિકા ભજવે છે. રાજકોટ અને સૌરાષ્‍ટ્રમાં જ્‍યારે પણ વીમા કર્મચારીઓની સભા મળે છે

તેમાં માર્ગદર્શન આપવા ભટ્ટ અચૂક હાજર રહે છે અને   પ્રાદેશિક અને રાષ્‍ટ્રીય આર્થિક પ્રવાહોની વિગતવાર છણાવટ કરી અને કર્મચારીઓને માર્ગદર્શિત કરતા રહે છે.

કોમરેડ ભટ્ટ કેન્‍દ્રીય સમિતિમાં ચૂંટાતા એલઆઇસી કર્મચારીઓમાં પણ ભારે આનંદની લાગણી  છે.(૨૩.૨૩)

 

(3:44 PM IST)