<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

ગબ્બરના પહાડમાં મધમાખીના છત્તામાંથી ભમરાએ ઉડતા દોડધામ: 25થી વધુ યાત્રીકોને માર્યા ડંખ

ગબ્બર ઉપર ગયેલા અનેક યાત્રીકોને મધમાખીએ ડંખ મારતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા.

અંબાના પ્રાગટ્યસ્થાન એવા ગબ્બર પર્વત ઉપર માના સ્થાનકે આવતા શ્રધ્ધાળુઓને પર્વતની શીલાઓ ઉપર બેઠેલા ભમરિયા મધની માખીઓ કરડવાની ઘટના સામે આવી છે. ગબ્બરના પહાડમાં મધમાખીના છત્તામાંથી ભમરા ઉડતાની સાથે યાત્રિકોમાં દોડધામ મચી જવા પામી હતી. ગબ્બર ઉપર ગયેલા અનેક યાત્રીકોને મધમાખીએ ડંખ મારતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

ગુજરાતી માં એક કહેવત છે કે જે ચડે ગબ્બર તે બને જબ્બર, યાત્રાધામ અંબાજી થી 3 કિમી દૂર આવેલુ ગબ્બર ગઢ મહા પર્વત અરાવલી પહાડો ની વચ્ચે આવેલો છે. મા અંબાના પ્રાગ્ટય સ્થાન એવા  આ પર્વત પર ચાલતા જવાના 999 પગથિયાં છે. અને ઉતરવાના 765 પગથિયા છે. અને રોપવે માર્ગ થી પણ ઉપર જઈ  શકાય છે. જોકે, ઉનાળામાં આ પર્વત ની આસપાસ મધપુડાના ઝૂંડ બેસતા  હોય છે. અને આ મધપૂડામાં બેસતી મધમાખી ગબ્બર આવતા માઈ ભક્તોને કરડવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. 

મળતી માહિતી મુજબ, યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના પ્રાગટ્યસ્થાન એવા ગબ્બર પર્વત ઉપર માના સ્થાનકે આવતા શ્રધ્ધાળુઓને પર્વતની શીલાઓ ઉપર બેઠેલા ભમરિયા મધની માખીઓ કરડવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આજ રોજ ગબ્બરના પહાડમાં મધમાખીના છત્તામાંથી ભમરા ઉડતાની સાથે જ 25થી વધુ યાત્રીકોને ડંખ માર્યા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાને પગલે 108ને કોલ કરાતાં ત્રણ જેટલી એમ્બ્યુલન્સ દોડતી થઇ હતી.  20થી 25 જેટલાં યાત્રીકોને ભમરા ડંખતા અંબાજીની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. મધમાખીના ઉપદ્રવનું મુખ્ય કારણ કાળજાળ ગરમી હોવાનું અનુમાન લગાવામાં આવ્યું છે.

 

(8:32 PM IST)