<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો આવશે અંત : CBSE ટૂંક સમયમાં ધો- 10 અને 12નું પરિણામ જાહેર કરી શકે

આ વર્ષે લગભગ 40 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી: સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in અથવા results.cbse.nic.in પર પરિણામ જાહેર થશે

અમદાવાદ : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ની ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે લાખો વિદ્યાર્થીઓ તેમના પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ, CBSE ટૂંક સમયમાં ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કરી શકે છે.

આ વખતે ધોરણ ૧૦ ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ 2025 દરમિયાન અને ધોરણ 12 ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ 2025 દરમિયાન લેવામાં આવી હતી. આ પરીક્ષાઓમાં ધોરણ 10 ના લગભગ 24.12 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તે જ સમયે, લગભગ 16 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 12 ની પરીક્ષા આપી હતી. બોર્ડ દ્વારા સપ્રિમેન્ટ્રી તપાસવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે અને પરિણામની તૈયારી લગભગ અંતિમ તબક્કામાં છે.

પરિણામ જાહેર થવાની તારીખ અંગે બોર્ડ તરફથી કોઈ સત્તાવાર માહિતી નથી, પરંતુ એવી અપેક્ષા છે કે મે મહિનાના પહેલા કે બીજા અઠવાડિયા સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવશે

cbseresults.nic.in અથવા results.cbse.nic.in ની મુલાકાત લેવી જોઈએ. પછી હોમપેજ પર આપેલ CBSE ધોરણ 10મા પરિણામ 2025 અથવા CBSE ધોરણ 12મા પરિણામ 2025 લિંક પર ક્લિક કરો. આ પછી એક નવું પેજ ખુલશે, જ્યાં રોલ નંબર, સ્કૂલ નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે.

બધી માહિતી યોગ્ય રીતે ભર્યા પછી, 'સબમિટ' બટન પર ક્લિક કરો. પરિણામ સ્ક્રીન પર દેખાશે જેને તમે ડાઉનલોડ અને પ્રિન્ટ કરી શકો છો. આ ઉપરાંત, પરિણામ ડિજીલોકર અને ઉમંગ એપ દ્વારા પણ જોઈ શકાય છે. DigiLocker પર પરિણામ જોવા માટે, વિદ્યાર્થીઓ digilocker.gov.in પર લોગ ઇન કરી શકે છે અને CBSE પરિણામ વિભાગમાં તેમનો રોલ નંબર અને શાળા કોડ દાખલ કરી શકે છે.

ઉમંગ એપ પરથી પરિણામ જોવા માટે, પહેલા એપ ડાઉનલોડ કરો, પછી તમારા મોબાઇલ નંબરથી લોગ ઇન કરો અને પરિણામ લિંક પર ક્લિક કરો. પરિણામ PDF તરીકે પણ મળે છે

(8:54 PM IST)