તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Friday, 11th April 2025
રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) મોરબી માર્કેટ યાર્ડમા 676 રૂપિયા સુધી બોલાયો:જુઓ સંપુર્ણ યાદી
ટૂકડા ઘઉંમાં અમરેલીમાં 770 રૂપિયા ઉંચો ભાવ અને 400 રૂપિયા નીચો ભાવ બોલાયો: જાણો ક્યાં યાર્ડમાં કેટલી આવક

અમદાવાદ :આજે ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 9,231.55 ટન ઘઉંની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) મોરબી માર્કેટ યાર્ડમા 676 રૂપિયા બોલાયો હતો. મોરબી યાર્ડમાં નીચો ભાવ 472 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ભાવનગરમાં 622 રૂ., માણસામાં 597 રુ., મોડાસામાં 591 રૂ.,કડીમાં 567 રૂ., પાલીતાણામાં 560 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો. ટૂકડા ઘઉંમાં અમરેલીમાં 770 રૂપિયા ઉંચો ભાવ અને 400 રૂપિયા નીચો ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 9,231.55 ટન ઘઉંની આવક થઇ છે.


(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
