તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Friday, 11th April 2025
રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ અને માણાવદર યાર્ડમા 1572 રૂપિયા સુધી બોલાયો: જાણો 37 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 37 માર્કેટ યાર્ડમાં કુલ 2,258.57 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 37 માર્કેટ યાર્ડમાં કુલ 2,258.57 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમા 1572 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1522 રૂ. અને નીચો ભાવ 1368 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ઉનાવામાં 1571 રૂ., વિસનગરમાં 1559 રૂ., બાબરામાં 1540 રૂ., જસદણમાં 1530 રૂ., હળવદમાં 1522 રૂ., ગોંડલમાં 1496 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,258.57 ટન કપાસની આવક થઇ છે.


(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
