News of Friday, 11th April 2025
રાજપીપલાની શ્રી છોટુભાઈ પુરાણી ડીગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનનો વાર્ષિક સમારોહ યોજાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સંચાલિત શ્રી છોટુભાઈ પુરાણી ડીગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળાના રમતવીરો અને તેજસ્વી તારલાઓએ વર્ષ દરમિયાન મેળવેલી સિદ્ધિને બિરદાવવાનો કાર્યક્રમ તાજતરમાં જ સંસ્થાના આનંદ ભવનમાં યોજાયો હતો. સ્નાતક અને અનુસ્નાતક કક્ષામાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓએ વર્ષ દરમિયાન મેળવેલી સિદ્ધિના પરિણામ સ્વરૂપે આ વાર્ષિક કાર્યક્રમ યોજાયો
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના કુલપતિ ડો.મધુકર પાડવી અને અતિથિ વિશેષ ભારતીય જન સેવા સંસ્થાનના અશ્વિનભાઈ ચીખલીયા ઉપસ્થિત રહ્યા હતા.
કોલેજના તેજસ્વી તારલાઓના વાર્ષિક કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી અને વેસ્ટ ઝોન ઈન્ટર યુનિવર્સિટી સ્પર્ધા તેમજ ઓપન નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર, કોચિંગ સર્ટિફિકેટ કોર્સ કરનાર, નેટ પરીક્ષા ક્વોલીફાયર તથા ગુજરાત સાંસ્કૃતિક અને યુવા કલ્ચરમાં વક્તૃત્વ સ્પર્ધામાં મુખ્યમંત્રીના હસ્તે પ્રમાણપત્ર મેળવનાર તેજસ્વી તારલાઓને કુલપતિ ડો.મધુકર પાડવી તેમજ અશ્વિનભાઈ ચીખલીયાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સંસ્થા, જીલ્લા, રાજય અને રાષ્ટ્રીયકક્ષાએ પોતાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ મહાનુભાવોએ પાઠવી હતી. સંસ્થાના પ્રાચાર્ય ડો.હસમુખ પટેલ તેમજ અધ્યાપકોએ પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના મહામંત્રી કરણસિંહજી ગોહિલ, કેમ્પસ ડાયરેક્ટર તેમજ ભૂતપૂર્વ આચાર્ય ડૉ.કે.જે. ગોહિલ, કોલેજના આચાર્ય ડૉ.હસમુખ પટેલ, ભગિની સંસ્થા શ્રી એમ.આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રોફેસર વિજયસિંહ રાજ, ડૉ.લકીરાજસિંહ ગોહિલ, ડૉ.કમલ ચૌહાણ, ડૉ.હિમાંશુ દવે, સુમિત ખારપાસ, કોલેજના સિનિયર અધ્યાપકો અને કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
