News of Friday, 11th April 2025
પાંચ વર્ષીય બાળકે ૧૮ કિમી ની નર્મદા પરિક્રમા પગપાળા પૂર્ણ કરી નર્મદા માતાજી ના આશીર્વાદ મેળવ્યા

(ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લામાં હાલમાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા ચાલી રહી છે જેમાં અનેક જિલ્લા માંથી ભક્તો પરિક્રમા માટે આવે છે અને માં નર્મદાની પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે પરંતુ હાલમાં એક નાનકડા બાળકે પગપાળા આ પરિક્રમા પૂર્ણ કરી માં નર્મદાના આશીર્વાદ મેળવ્યા હતા
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામના પાંચ વર્ષીય બાળક હર્ષરાજસિંહ મહિપાલસિંહ ગોહિલએ નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા ૧૮ કિમી પગપાળા માર્ગે પૂર્ણ કરી છે. ત્યારે આ પાંચ વર્ષીયની વયે આ પ્રકારની આધ્યાત્મિક યાત્રા પૂર્ણ કરવી એ ગ્રામ્ય વિસ્તાર માટે ગૌરવની વાત છે. આટલી નાની ઉમરે પોતે ઘનશ્રદ્ધા, આત્મવિશ્વાસ અને નિષ્ઠા દર્શાવીને પવિત્ર નર્મદામાના આશીર્વાદ મેળવ્યા છે. પરિક્રમા પૂર્ણ કરી આવેલા ગોહિલ પરિવાર ના આ બાળક ને સૌએ અભિનંદન તથા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
