News of Friday, 11th April 2025
નર્મદા પરિક્રમામાં ચાલવા બાબતે ઠપકો આપતા હાથમાં પહેરેલા કડા અને દંડાથી માર મારનાર સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લામાં હાલ પરિક્રમા ચાલી રહી છે ત્યારે પરિક્રમા માં ચાલવા બાબતે ઠપકો આપવાની ઘટના બાદ માર મારનાર વિરુદ્ધ ફરિયાદ થતા તિલકવાડા પોલીસે ચાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે
મળતી માહિતી અનુસાર દીપેશભાઈ કનુભાઈ વસાવા (રહે. મહીજીપુરા તાડફળિયું તાલુકો તિલકવાડા જિલ્લો નર્મદા )નાઓ એ આપેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની કુટુંબી બહેન નર્મદા પરિક્રમામાં તેની માતા તથા સહેલીઓ સાથે ગયેલ ત્યારે અજય તડવી કુટુબી બહેન સાથે ચાલવાને લઈને ઠપકો આપેલ જેની જાણ દીપેશ ને બીજા દિવસે થતા અજયને આવું વર્તન કેમ કરેલ છે? તેવો ઠપકો આપતા તેને મનદુઃખ થયેલુ હોય જે ઝઘડાનું સમાધાન કરવા (૧) અજય તડવી (૨) અર્જુન તડવી (૩) સુધીર તડવી (ત્રણેય રહે-ગુવાર તા-નાદોદ જી. નર્મદા) (૪) અક્ષય તડવી( રહે. રાજપીપલા તા.નાદોદ જી.નર્મદા) નાઓ કાસોટીયા ગામે લગ્ન માંથી રાત્રીના પરત ઘરે જવા નીકળેલ અને દિપેશભાઈનું ગામ રસ્તામાં આવતુ હોય તેના ગામમાં આવેલ ભાથીજી મંદિર પાસે ખુલ્લા કમ્પાઉન્ડમાં સમાધાન માટે બોલાવતાતા તેઓ મિત્રો સાથે ગયેલ જ્યા અજય તડવીને જોઈને તે કેમ મારી કુટુબીબેન સાથે ચાલતો હતો તેવું જણાવતા અક્ષય તડવીએ દીપેશ ને પકડી રાખી સુધીર તડવીએ હાથમા પહેરેલ કડું કપાળની ડાબી બાજુ મારી ઇજા કરી અને અક્ષય તડવીએ વાસનો ઠંડો માથાના ભાગે મારી ઇજા કરી જ્યારે દીપેશ ને છોડાવવા માટે વચ્ચે પડેલ મેહુલભાઈ કનૈયાલાલ વસાવાને અજયભાઈ તડવીએ લીમડાના દંડા થી જમણા હાથના કાંડા પર તથા કોણી પર અને જમણા થાપાના ભાગે ગેબી ઇજાઓ કરી ગુનો કરતા તિલકવાડા પોલીસે ચાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
