તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Friday, 11th April 2025
ભરૂચના અમોદમાં વાતાવરણમાં પલટો : મછાસરા ગામમાંભારે પવન સાથે અચાનક કમોસમી વરસાદ
પાક પલળી જવાથી મોટી નુકસાની થવાની શક્યતા:જંબુસર તાલુકામાં પણ વાતાવરણ બદલાયું

ભરૂચના આમોદના વાતાવરણમાં પલટો આવ્યો હતો , આજે સાંજે આમોદ તાલુકાના મછાસરા ગામમાં અચાનક કમોસમી વરસાદ અને તીવ્ર પવને ખેડૂતોની ચિંતા વધારી છે
સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કમોસમી વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો છે. કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે.
પાક પલળી જવાથી મોટી નુકસાની થવાની શક્યતા છે. જંબુસર તાલુકામાં પણ વાતાવરણમાં પલટો નોંધાયો છે. ત્યાં ઠંડા પવન સાથે ગાજવીજ થઈ છે. કાળા વાદળો છવાયા છે અને વીજળીના કડાકા જોવા મળ્યા છે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
