<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ વ્યારા માર્કેટ યાર્ડમા 1410 રૂપિયા બોલાયો : જાણો 20 યાર્ડના ભાવ:જુઓ સંપુર્ણ યાદી

ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 653.26 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 653.26 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ વ્યારા માર્કેટ યાર્ડમા 1410 રૂપિયા બોલાયો હતો. રાજકોટમાં કપાસનો ઉંચો ભાવ 1089 રૂ. અને નીચો ભાવ 880 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ગોંડલમાં 1276 રૂ., કાલાવડમાં 1155 રૂ., વેરાવળમાં 1128 રૂ., માંગરોળમાં 1110 રૂ., જસદણમાં 1067 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 653.26 ટન મગફળીની આવક થઇ છે.

(11:38 PM IST)