<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

ગાંધીનગરમાં ગાર્ડન પાસે સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ ભભૂકી: ફાયર બ્રિગેડના ચાર જવાનો દાઝ્યા : જુઓ વિડિઓ

-સેક્ટર-4 માં ગાર્ડન પાસે રૂમમાં બ્લાસ્ટ થતા આગ લાગી : દાઝી ગયેલ ફાયર બ્રિગેડના જવાનોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા

ગાંધીનગર : ગાંધીનગર સેક્ટર-4માં ગાર્ડન નજીક આવેલ રૂમમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઉઠી હતી, આગની આ ઘટનામાં ફાયર બ્રિગેડના ચાર જવાનો દાઝી ગયા હતા જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે

  આ અંગે મળતી વિગત મુજબ ગાંધીનગરના સેક્ટર-4 માં ગાર્ડનના ટોયલેટ પાસેના રૂમમાં અચાનક સિલીડર બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી,, ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા અને આગને બુઝાવવા પ્રયાસ હાથ ધર્યા હતા

   આ ફાયર બ્રિગેડના ચાર જવાનો દાઝી ગયા હતા જેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

(12:43 AM IST)