<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

અમદાવાદ સાબરમતી નદીમાં ફરી બોટિંગ શરૂ થશે :ટેસ્ટિંગ માટે બોટને નદીમાં ઉતરાઈ:લાયસન્સ લેવાની પ્રક્રિયા શરૂ

કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા પણ આ ટેસ્ટિંગની કામગીરી દરમિયાન જોડાયા

અમદાવાદ : સાબરમતી નદીમાં ફરી બોટીંગ શરુ કરવા માટેની લાઇસન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ માટે બોટને નદીમાં ટેસ્ટિંગ માટે ઉતારવામાં આવી હતી, જેથી પાણીની સ્થિતિ અને કેટલે ઊંડે સુધી તે તરી શકે છે જેવી બાબતોની ચકાસણી કરવામાં આવી હતી. કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા પણ આ ટેસ્ટિંગની કામગીરી દરમિયાન જોડાયા હતા.

સાબરમતી રિવરફ્રન્ટ પર અલગ અલગ પ્રકારની એક્ટિવિટી ચાલતી હોય છે. પરંતુ વડોદરામાં હરણી બોટ લેકકાંડના કારણે રાજ્યભરમાં નદી કે તળાવમાં ચાલતી બોટીંગ સેવાને બંધ કરી દેવામાં આવી હતી. ખુશીની વાત એ છે કે, રિવરફ્રન્ટ પર ફરી બોટીંગ સેવા શરૂ થવા જઈ રહી છે. બોટીંગ સેવા શરૂ કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. રિવરફ્રન્ટ પર બોટીંગ સેવા શરૂ કરવા માટે IRS દ્વારા ઇન્સ્પેકસન શરૂ કરાયું છે. સ્થળ નિરીક્ષણ અને બોટીંગ સેફટીને લઇ રીપોર્ટ તૈયાર કરી કમિશનરમાં આપવામાં આવશે. ત્યાર બાદ મંજૂરી મળ્યા બાદ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર બોટીંગ સેવા શરૂ થશે.

રિવરફ્રન્ટ પર બોટનું વજન અને સેફ્ટીને લઈ ચેકીંગ કરવામાં આવ્યું છે. બોટને સાબરમતી નદીમાં ઉતારી ટેસ્ટિંગ કરવામાં આવ્યું અને બોટનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. સલામતી અને સુરક્ષાના નિયમને ધ્યાને રાખીને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ કમિશનરને મોકલવામાં આવશે.

(1:03 PM IST)