<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

એક સુંદર ગુજરાતી ફિલ્‍મ ‘મીઠડા મહેમાન'

અમદાવાદઃ બીગ બોસ સીરીઝ, એડ. ઈટીસી સ્‍ટુડિયોઝ અને વી.એમ.એસ. પ્રોડક્‍સનનું સહિયારું સર્જન એટલે ચિન્‍મય પરમાર દિગ્‍દર્શિત ગુજરાતી ફિલ્‍મ ‘મીઠડા મહેમાન'  આદિત્‍ય નામનો યુવાન એનું જીવન પુરુ કરવા જઈ રહ્યો છે ત્‍યારે જ એના જીવનમાં ત્રણ અજાણ્‍યા લોકો આવે છે અને આ ચારેય જણ એક નવી સફર શરૂ કરે છે. આ સફરમાં બનતા બનાવો હસાવે છે-રડાવે છે ને જીવન જીવવાનો મર્મ સમજાવે છે. એક ગંભીર વાતને હળવી શૈલીમાં રજુ કરતી ફિલ્‍મનાં સંવાદો પણ ચિન્‍મય પરમારે લખ્‍યા છે.

યશ સોની, મિત્ર ગઢવી, આરોહી પટેલ, ને મીહીર રાજડા જેવા ગમતીલા કલાકારો જોવા મળે છે. રાહુલ મુંજારીયાના સંગીતમાં આદિત્‍ય ગઢવી અને જીગરદાન ગઢવી (જીગરા) નો સ્‍વર મળ્‍યો છે. ગુજરાતી ફિલ્‍મોમાં છેલ્લા એક દાયકાથી કશુંક નવું આપવા માટે જાણીતા સર્જક કળષ્‍ણદેવ યાજ્ઞિક પણ આ ફિલ્‍મ સાથે જોડાયેલા છે.

(4:09 PM IST)