News of Saturday, 12th April 2025
બનાસકાંઠાના વડગામ પંથકમા સગા પુત્રએ પોતાની માતાના માથાના ભાગે પાવડાના ઘા ઝીંકી કાસળ કાઢી નાંખ્યું
લોહી લુહાણ હાલતમાં મહિલાનો મૃતહેદ મળી આવ્યા બાદ પોલીસે તેનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્ટિપલ ખસેડ્યો અને વધુ તપાસ હાથ ધરી

બનાસકાંઠા તા.૧૨ :
આ ઘોર કળિયુગમાં ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જે ખરેખર ચોકાવનારા હોય છે. આવો જ એક હચમચાવતો હત્યાનો કિસ્સો બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવ્યો છે. આ કિસ્સા વિશે માત્ર વિચારતા જ તમારા પગ નીચેથી જમીન સરકી જાશે. આ હત્યાનો બનાવ બનાસકાંઠાના વડગામ પંથકનો છે. જ્યાં એક પુત્રએ જ પોતાની સગી માતાની હત્યા કરી છે. સગા પુત્રએ પોતાની માતાના માથાના ભાગે પાવડાના ઘા ઝીંકી કાસળ કાઢી નાંખ્યું છે. પરંતુ એવું તો મા અને દીકરા વચ્ચે શું થયું? કેમ આ કપૂત પુત્ર એ પોતાની જનેતાનું જ કાસળ કાઢી દીધું? જે માતાએ પોતાની કોખમાં નવ નવ મહિના રાખી લાડકોટથી જેને ઉછેર્યો તે પુત્રએ જ તમામ હદો વટાવી તેને મોતને ઘાટ ઉતારી દીધી? આવા તમામ સવાલોના જવાબ જાણવા માટે વાંચો સંપુર્ણ ઘટનાક્રમ...
પુત્રએ પાવડાના ઘા ઝીંકી માનું ઢીમ ઢાળી દીધું
બનાવની વિગતવાર વાત કરીએ તો, ગત 9 એપ્રિલ 2025ના રોજ વડગામ તાલુકામાં શેરપુરા (સેભર) ગામમાં એક મહિલાની હત્યાનો બનાવ બન્યો હતો. જેની જાણ વડગામ પોલીસને થતા જ પોલીસ FSLની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં પહોંચતા જ માથાના ભાગે ઈજા પહોંચેલો લોહી લુહાણ હાલતમાં મહિલાનો મૃતહેદ મળી આવ્યો હતો. પોલીસને તેનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્ટિપલ ખસેડ્યો અને વધુ તપાસ હાથ ધરી હતી.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
