<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણ) ભીલોડા યાર્ડમા 640 રૂપિયા સુધી બોલાયો: જાણો ક્યાં યાર્ડમાં કેટલી આવક ? :જુઓ સંપૂર્ણ યાદી

હિંમતનગરમાં 623 રૂ., સિદ્ધપુરમાં 611 રૂ., વડાલીમાં 579 રૂ., તલોદમાં 576 ઉંચો ભાવ :ટૂકડા ઘઉંમાં રાજુલામાં 600 રૂપિયા ઉંચો ભાવ

અમદાવાદ :આજે ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 2,647.76 ટન ઘઉંની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) ભીલોડા માર્કેટ યાર્ડમા 640 રૂપિયા બોલાયો હતો. ભીલોડા યાર્ડમાં નીચો ભાવ 490 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય હિંમતનગરમાં 623 રૂ., સિદ્ધપુરમાં 611 રૂ., વડાલીમાં 579 રૂ., તલોદમાં 576 ઉંચો ભાવ રહ્યો હતો. ટૂકડા ઘઉંમાં રાજુલામાં 600 રૂપિયા ઉંચો ભાવ અને 450 રૂપિયા નીચો ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,647.76 ટન ઘઉંની આવક થઇ છે.

(7:54 PM IST)