<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બાબરા માર્કેટ યાર્ડમા 1542 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 12 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 12 માર્કેટ યાર્ડમાં કુલ 570.10ટન કપાસની આવક થઇ : જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 12 માર્કેટ યાર્ડમાં કુલ 570.10ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બાબરા માર્કેટ યાર્ડમા 1542 રૂપિયા બોલાયો હતો. બાબરા યાર્ડમાં કપાસનો નીચો ભાવ 1430 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ઉનાવામાં 1530 રૂ., વિસનગરમાં 1524 રૂ., કડીમાં 1516 રૂ., સિદ્ધપુરમાં 1510 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 570.10 ટન કપાસની આવક થઇ છે.

(7:56 PM IST)