<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

ગુજરાતના હવામાનમાં આવશે ધરખમ બદલાવ : અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાની આગાહી

રાજ્યના અનેક સ્થળે તાપમાનનો પારો ગગડ્યો છે, અને તાપમાન 40 ડિગ્રીથી નીચે પહોંચ્યું

અમદાવાદ : આકરી ગરમીથી લોકોને આજથી 2-3 દિવસ આંશિક રાહત મળશે. રાજ્યના અનેક સ્થળે તાપમાનનો પારો ગગડ્યો છે, અને તાપમાન 40 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે. એક જ દિવસમાં મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો થયો છે. 

  છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 41 ડિગ્રી અને અમરેલીમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વડોદરામાં 38 ડિગ્રી અને ભાવનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટ અને ડીસામાં 40-40 ડિગ્રી તાપમાન નોંધાયું. 

 હવામાન વિભાગનું માનીએ તો આ રાહત માત્ર 2-3 દિવસ પૂરતી જ છે ત્યારબાદ ફરીએકવાર ગરમીનો રાઉન્ડ શરૂ થશે. હવામાન ખાતાએ ડાંગ, આહવા અને વલસાડ જિલ્લામાં વરસાદી ઝાપટાની આગાહી કરી છે

(9:33 PM IST)