<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

રાજપીપળા સહિત નર્મદા જીલ્લામાં હનુમાન જન્મોત્સવ ની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા સહિત નર્મદા જીલ્લામાં હનુમાન જન્મોત્સવ ની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજપીપળાના અનેક હનુમાન મંદિરો તેમજ નાંદોદ તાલુકાના રસેલા ગામમાં આવેલ પૌરાણીક સુતેલા હનુમાનજી મંદિરે ભક્તિ ભાવ પૂર્વક હનુમાન જન્મોત્સવની ઉજવણી કરી હતી. જુનારાજ ઢેકી હનુમાનજી મંદિર, હનુમાન ધર્મેશ્વર મંદિર, ઝૂંડા કષ્ટભંજન હનુમાનજી મંદિરે પણ હનુમાન દાદાના દર્શનાર્થે ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તોએ હનુમાનજીને શ્રીફળ ચઢાવી, આંકડાના હાર, તેલ, સિંદૂર, પ્રસાદ નો થાળ ચઢાવી હનુમા ચાલીસાના પાઠ કરી  જયશ્રી રામના ઘોસ સાથે ભક્તોએ હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં હનુમાન જન્મોત્સવની શ્રદ્ધાળુઓ દ્વારા ખૂબ હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી.

(10:23 PM IST)