News of Saturday, 12th April 2025
નિવૃત્ત SRP જવાનને દેડીયાપાડા ખાતે અચાનક છાતીમાં દુઃખાવો થતા મોત

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે દેડિયાપાડા માં રહેતા નિવૃત્ત એસઆરપી જવાનને છાતીમાં દુખાવો થતા મોત નીપજ્યું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર વિશાલકુમાર ધનાભાઇ વસાવા (રહે,સાઇ વાટીકા દેડીયાપાડા તા.દેડીયાપાડા જી.નર્મદા )નાઓ એ પોલીસ માં જાણ કર્યા મુજબ તેમના પિતા ધનાભાઇ વાડગીયાભાઇ વસાવા (ઉ.વ.૬૦ ) (હાલ રહે.સાંઇ વાટીકા દેડીયાપાડા તા.દેડીયાપાડા જી.નર્મદા મુળ રહે.ગઢ ફાટક ફળીયુ તા.દેડીયાપાડા )ને તા.૧૧/૦૪/૨૦૨૫ ના સાંજના સમય દરમ્યાન દેડીયાપાડા યુનીટી વે બ્રીજ વજન કાટા પાસે અચાનક છાતીના ભાગે દુ:ખાવો થતા તે જમીન પર પડી જતા તેઓને સારવાર માટે સરકારી હોસ્પીટલ દેડીયાપાડા ખાતે લઇ જતા સારવાર દરમ્યાન ફરજ પરના ડોક્ટરે મૃત જાહેરી કર્યા હતાં. જાણવા મળ્યા મુજબ મરનાર ધનાભાઇ વસાવા નિવૃત એસઆરપી જવાન હતા.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
