<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th April 2025

નવસારમાં મહાપ્રસાદ જમ્યા બાદ 100થી વધુ લોકોને ફુડ પોઈઝનીંગની અસર: ઝાડા-ઉલ્ટી

70થી 80 જેટલા બાળકો પણ બીમાર પડ્યા: બીજી નવસારી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ ત્યાં પહોચી: 26 સભ્યની ટીમ સર્વેની કામગીરી હાથ ધરી

નવસારી: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મટવાડ અને સામાપોર ગામમાં 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનીંગની અસર થઇ હતી. હનુમાન જયંતી નિમિત્તે યોજાયેલા મહાપ્રસાદમાં પ્રસાદ લીધા બાદ લોકોને ઝાડા ઉલટીની ફરિયાદ થઇ હતી. આ ઘટનાની જાણ થતાં જ નવસારી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ દર્દીઓને સારવાર આપી હતી.

 

મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મટવાડ અને સામાપોર ગામમાં હનુમાન જયંતી નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. જેમાં મહા પ્રસાદ લીધા બાદ 100થી વધુ લોકોને ઝાડા-ઉલટીની ફરિયાદ થઈ હતી. જેમાં 70થી 80 જેટલા બાળકો પણ બીમાર પડ્યા હતા. બીજી તરફ બનાવની જાણ થતા નવસારી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ ત્યાં પહોચી હતી અને લોકોને સારવાર આપવામાં આવી હતી.

 

વધુમાં મટવાડ અને સામાપોર ગામ ખાતે મહાપ્રસાદ બનાવનાર કેટર્સ કોન્ટ્રાકટર એક જ હોવાનું જાણવા મળ્યું હતું. ભોજનમાં છાશ અને રસ પીરસવામાં આવ્યા હતા. જેના કારણે લોકોની તબિયત બગડી હોવાનું મનાય છે. આરોગ્ય વિભાગની ટીમે મટવાડ, સામાપોર, દાંડી અને કરાડી જેવા ગામોમાં રાત્રે 12 વાગ્યા સુધી ફરીને અસરગ્રસ્ત દર્દીઓને સારવાર આપી હતી.

 

મોટાભાગના દર્દીઓને સારવાર આપીને રજા આપી દેવામાં આવી છે. કોઈ પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત નવસારી આરોગ્ય વિભાગે 5 મેડિકલ ઓફિસર સહિતની 26 સભ્યની ટીમ અસરગ્રસ્ત ગામોમાં મોકલી સર્વેની કામગીરી હાથ ધરી સવાર સુધી કુલ 120 જેટલા દર્દીઓને સારવાર આપી હોવાનું જાણવા મળ્યું હતું.

 

 ગુજરાતમાં 15 થી 17 એપ્રિલ દરમિયાન કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટમાં યલો એલર્ટ, જાણો અન્ય જિલ્લાઓમાં કેવું રહેશે હવામાન 

(2:46 PM IST)