<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th April 2025

સુરતના વરાછામાં લક્ષ્મણનગર નજીક બાઈકમાં આગ

બાઈક ચાલક સ્લીપ થયા બાદ એકાએક બાઈકમાં આગ લાગી હતીઃકોઇ જાનહાની નથી

સુરતઃ આ તરફ અસહ્ય ગરમીને કારણે અનેક જગ્યાએ આગ પણ લાગતી હોય છે. આ બધાની વચ્ચે સુરતમાં સુરતના વરાછામાં લક્ષ્મણનગર નજીક બાઈકમાં આગ લાગવાના બનાવો સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ બાઈક ચાલક સ્લીપ થયા બાદ એકાએક બાઈકમાં આગ લાગી હતી. જોકે બાઈક ચાલક સમય સૂચકતા વાપરી બાઇકથી દૂર ભાગી ગયો હતો. આ ઘટનામાં બાઈક આગમાં બળીને ખાક થયું હતું. સ્થાનિક લોકો દ્વારા બાઈકમાં લાગેલી આગ ઓલવવાનો પ્રયાસ કરાયો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઇ નહોતી.

 

(11:15 AM IST)