તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Sunday, 13th April 2025
ભચાઉના ચીરઈ ગામ પાસે આવેલ હાઈવે ઉપર ટ્રકમાં લાગી આગઃ હાઈવે પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા
મોડી રાત્રે મુન્દ્રાથી દિલ્લી જતી ચાલુ ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી હતી.

ભચાઉઃ આજકાલ અસહ્ય ગરમીને કારણે અનેક જગ્યાએ આગ પણ લાગતી હોય છે. આ બધાની વચ્ચે ભચાઉના ચીરઈ ગામ પાસે આવેલ હાઈવે ઉપર ટ્રકમાં અચાનક લાગી આગ હતી.ચાલુ ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
આ તરફ કચ્છ જિલ્લાના ભચાઉના ચીરઈ ગામ પાસે આવેલ હાઈવે ઉપર ટ્રકમાં આગ લાગી હતી. વિગતો મુજબ મોડી રાત્રે મુન્દ્રાથી દિલ્લી જતી ચાલુ ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી હતી. આ તરફ ટ્રકમાં આગ લાગવાના કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે ભચાઉ ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
