<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th April 2025

ડભોઇ-વડોદરા હાઈવે પર પલાસવાળા નજીક કારનો ઝાડ સાથે જોરદાર અથડાઇઃ કારમાં આગ ભભૂકીઃ કારમાં સવાર દંપતીનો આબાદ બચાવ

વડોદરા ગાજરાવાડી ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી જઈ પાણીનો મારો ચલાવી કારની આગ ઓલવી હતી પરંતુ કાર આગની લપેટમાં સળગીને ખાખ

વડોદરાઃ  ડભોઇ-વડોદરા હાઈવે પર પલાસવાળા નજીક કારનો ઝાડ સાથે અક્સ્માત થયા બાદ કાર ભીષણ આગ લાગી હતી. જોકે, કારમાં સવાર દંપતીનો આબાદ બચાવ થયો છે. ઘટનાની માહિતી મળતા વડોદરા ગાજરાવાડી ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી જઈ પાણીનો મારો ચલાવી કારની આગ ઓલવી હતી. કાર આગની લપેટમાં સળગીને ખાખ થઈ ગઈ છે.
મળતી માહિતી અનુસાર, ડભોઇ-વડોદરા હાઈવે પર પલાસવાડાથી આગળ પેટ્રોલ પંપની સામે આજે (13મી અપ્રિલ) સવારે કાર ઝાડ સાથે અથડાતા આગ લાગી હતી. ઘટનાની માહિતી મળતા વડોદરા ગાજરાવાડી ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી જઈ પાણીનો મારો ચલાવી કારની આગ ઓલવી હતી.  નર્મદા પરિક્રમાથી પરત ફરતા દંપતિને અકસ્માત નડ્યો હતો.108 એમ્બ્યુલન્સ મારફતે બે વ્યક્તિને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાઈ છે. કાર ચાલકને ઝોંકુ આવી જતા ઘટના ઘટી હોવાની ચર્ચા છે. જોકે, તપાસ બાદ  વધુ માહિતી સ્પષ્ટ થશે.

 

(12:43 PM IST)