News of Sunday, 13th April 2025
કોંગ્રેસ કિસાન મોરચાના પૂર્વ ચેરમેન ઠાકરશી રબારીની અટકાયત :3 કિલો અફીણ કેસમાં રાજસ્થાન પોલીસે થરાદમાં સકંજામાં લીધા
રાજસ્થાનના સ્વરૂપગંજ પોલીસ દ્વારા ઠાકરશી રબારીની પૂછપરછ હાથ ધરાઇ : પોલીસે થરાદમાં રબારી સમાજના છાત્રાલયમાંથી ઠાકરશીની અટકાયત કરી

અમદાવાદ : કોંગ્રેસ કિસાન મોરચાના પૂર્વ ચેરમેન ઠાકરશી રબારીની પોલીસે અટકાયત કરી છે,
જાણવા મળ્યા ઉજબ ગત 9 એપ્રિલે પીંડવાડા પાસે 3 કિલો અફીણ પકડાયો હતો.આ પકડાયેલા 3 કિલો અફીણના કેસમાં અટકાયત થઇ છે, રાજસ્થાનની સ્વરૂપગંજ પોલીસ દ્વારા ઠાકરશી રબારીની અટકાયત કરાઈ છે
વધુમાં જાણવા મળ્યા મુજબ સ્વરૂપગંજ પોલીસ દ્વારા ઠાકરશી રબારીની પૂછપરછ હાથ ધરાઇ છે, લોકસભાની ચૂંટણીમાં સાંસદ ગેનીબેન ઠાકોરને જીતાડવામાં ઠાકરશી રબારીનો મહત્વનો ફાળો હતો પોલીસે થરાદમાં રબારી સમાજના છાત્રાલયમાંથી ઠાકરશીની અટકાયત કરી હતી
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
