News of Sunday, 13th April 2025
ગરૂડેશ્વર તાલુકામા મહિલા અને આધેડ પુરુષએ ઝેરી દવા પીધી : મહિલાનું મોત, આધેડ સારવાર હેઠળ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં બે અલગ અલગ બનાવોમાં એક મહિલા અને એક આધેડ વ્યક્તિએ ઝેરી દવા પી લેતા મહિલાનું મોત નિપજ્યું છે જ્યારે આધેડ સારવાર હેઠળ છે
પ્રાપ્ત વિગતો અનુસાર પ્રથમ ઘટના કેવડિયા કોલોની માં બની જેમાં વર્ષાબેન અશ્વિનભાઇ અમરતભાઇ તડવી (ઉ.વ.૨૫ )(રહે-કેવડીયા કોલોની બસ સ્ટેશનની સામે તા.ગરૂડેશ્વર જિ.નર્મદા મુળ રહે ચામેઠા નવી વસાહત તા.નસવાડી જી.છોટાઉદેપુર) એ તા.૦૭/૦૪/૨૦૨૫ ના રોજ હાલના રહેણાક ઘરે ઘરના સભ્યો સાથે હાજર હતા એ દરમ્યાન કોઇ કારણસર બાથરૂમમાં રાખેલ એસીડની બોટલ લઇ રૂમમાં જઇ એસિડ પી લેતા ઉલ્ટી કરતા ઘરના બધા સભ્યો દોડી ગયેલ ત્યારે તેઓ બેભાન થઇ જતા પ્રથમ સારવાર માટે ટ્રોમા સેન્ટર એકતાનગર લઇ ગયેલ ત્યારબાદ રાજપીપલા સીવીલ હોસ્પીટલ અને વધુ સારવાર માટે એસ.એસ.જી. હોસ્પીટલ વડોદરા ખાતે દાખલ હતા તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું
જ્યારે બીજી ઘટના બારખાડી ગામમાં બની જેમાં શાંતીલાલભાઈ રતનભાઇ વસાવા( ઉ.વ.૬૦ )(રહે, બારખાડી તા.ગરૂડેશ્વર જી.નર્મદા )નાઓએ તા-૧૧/૦૪/ ૨૦૨૫ ના રોજ રાત્રીના સમયે તેમના ઘરે બારખાડી ગામે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા તેમને સિવીલમાં લાવવામાં આવ્યા હોય તેઓ હાલ સારવાર હેઠળ અર્ધભાનમાં છે.અને હાલત ગંભીર થતા તેને ICU માં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને ઘટના બાબતની ગરુડેશ્વર પોલીસે નોંધ લઈ આગળની કાર્યવાહી કરી છે.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
