<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

રાજકોટ રેન્‍જ વડા અશોક કુમાર યાદવના માર્ગદર્શનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી

નિતેશ પાંડે ટીમ દ્વારા અદભુત ઐતિહાસિક કાર્ય ૧૨૫ વર્ષ જૂના હનુમાનજી મંદિરનું મૂળ જ્‍ગ્‍યાએ પોલીસ દ્વારા પુનઃ સ્‍થાપિત..ભાવિકો હર્ષભેર નાચી ઉઠ્‍યા હનુમાન જયંતિએ દેવભૂમિ દ્વારકા પોલીસના નાના મોટા તમામે અનોખી ઉજવણી સાથે લોકોને વિશિષ્ટ પ્રસાદ આપ્‍યો : સૌરાષ્‍ટ્રના સીમાડા વટાવી ગુજરાતભરમાં ગુંજેલા વાયરલ કિસ્‍સાની રસપ્રદ ભીતરી કથા.... ગેર કાયદે દબાણ દૂર કરતા સમયે, એક ખંડેરના અવશેષ જોયા પછી એસપી દ્વારા વિશેષ ટીમો મોકલી તપાસ કરાવેલ : નેપાળી શૈલીનું આ મંદિર ચોક્કસ સંજોગોમાં ૫૦ વર્ષ અગાઉ ભાવિકો દ્વારા અન્‍યત્ર ખસેડાયાનું કારણ બહાર આવતા ig સાથે ચર્ચા કરી ટીમ દ્વારા પુનઃ સ્‍થાપના અંગે નિર્ણય થયેલ

રાજકોટ, તા.૧૪: સંકટમોચન મહાવીર હનુમાનદાદાની જન્‍મ જયંતિ દેશભરમાં ભક્‍તિભાવપૂર્વક યોજવામાં આવી. આ પાવન અને પવિત્ર દિવસે રાજકોટ રેન્‍જ ig અશોક કુમાર યાદવના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા એસપી નીતીશ પાંડેના નેતળત્‍વમાં ખરા અર્થમાં હનુમાન જયંતિના દિવસે એક અદભૂત અને આજ સુધીના ઇતિહાસમાં કદી ન થયું હોય તેવું જે કાર્ય પોલીસ ટીમ દ્વારા થયેલ છે, જે કિસ્‍સો હવે દ્વારકા અને સૌરાષ્‍ટ્રના સીમાડા વટાવી ગુજરાતભરમાં વાયરલ થયો છે. તો ચાલો આખી ઘટનાની માહિતી મેળવીએ.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકા ખાતે બાલાપર વિસ્‍તારમાં થયેલ ડિમોલીશન કાર્યવાહી દરમિયાન બાવળના જંગલમાં એક પૌરાણિક ખંડેર હાલતનું મંદિર જેવું જણાતા સ્‍થાનિક વળદ્ધ તેમજ ભાવીકોની પૂછપરછ દરમ્‍યાન આ મંદિર ૧૦૦ થી ૧૨૫ વર્ષ પુરાણું  નેપાળી શૈલીનું હનુમાનજીનું મંદિર હોવાનું અને આશરે ૪૦ થી ૫૦ વર્ષ પહેલા ડેમોગ્રાફિક પરિસ્‍થિતિ બદલાતા અસામાજીક તત્‍વોની ગતિવિધિના કારણે તેમજ ભક્‍તો - દર્શનાર્થીઓનું  જવાનું ઓછું થવા લાગતા મંદિરની પવિત્રતાને ધ્‍યાનમાં રાખી ત્‍યાંના ભાવિકો દ્વારા મંદિરમાંથી હનુમાનજીની મૂર્તિને અન્‍યત્ર  સ્‍થળે  સ્‍થળાંતર કરી દેવામાં આવેલાનું જાણવા મળેલ જેથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા આ મંદિરનો પુનઃ જીર્ણોદ્ધાર કરાવી  તા.૧૨/૦૪/૨૦૨૫ ના હનુમાન જયંતિના શુભ દિને  મંદિરની મૂળ હનુમાનજીની મૂર્તિને પરંપરાગત ધાર્મિક વિધિથી  પુનઃ સ્‍થાપિત કરવામાં આવેલ છે.

અત્રે એ યાદ રહે કે વિશ્વ પ્રસિદ્ધ દેવભૂમિ દ્વારકા આસપાસ અને હર્ષદ માતાજી મંદિર નજીક થયેલ વર્ષો જૂના દબાણ રાષ્‍ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ હોવાની ઇનપુટ આધારે દૂર કરવાનું હિંમતભેર થયેલ, જેની નોંધ પીએમ સહિતના મહાનુભાવ દ્વારા લેવામાં આવી, હાલના મંદિર પુનઃ નિર્માણના કાર્યથી ભાવિકોના હૃદયમાં પોલીસનું સ્‍થાન આ મુદ્દા પ્રસ્‍ત્‍વે મુઠી ઊંચેરૂ થયું છે. અને આનો અંદાજ દેવ ભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ વડા નિતેશ પાંડે સહિતની ટીમ પર જે ભાવભેર અભિનદન હજુ નિરંતર ચાલુ છે તે ખૂબ મોટું પ્રમાણ છે

(11:07 AM IST)