<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

કાલથી રાજ્યમાં હીટવેવનો નવો રાઉન્ડ શરૂ:અમુક વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચશે :પરેશ ગોસ્વામીની આગાહી .

દક્ષિણ ગુજરાતમાં હજુ આવનારા બે ત્રણ દિવસ સુધી 35થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુકાઈ શકે

અમદાવાદ :હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ક્યાંય ક્યાં કમોસમી ઝાપટાં પડ્યા હતાં. આ પછી રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો થયો હતો. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આગામી 15 તારીખથી રાજ્યમાં હિટવેવનો નવો રાઉન્ડ શરૂ થશે. અમુક વિસ્તારમાં તાપમાન 44 ડિગ્રીથી વધારે રહેશે.

પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સક્રી છે રાજસ્થાન ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન તૈયાર થયું હતું એ અત્યારે ધીમે ધીમે ઉત્તર પૂર્વ તરફ ગતિ કરી રહ્યું છે. આ તમામ પરિબળોને કારણે ગુજરાતના હવામાનમાં આપણે જે આ પલટો જોયો છે. જેમાં ખાસ કરીને મીડ લેવલ ઉપર પવનની જે અસ્થિરતાઓ બની છે અને આ અસ્થિરતાને કારણે પવનની ઝડપમાં પણ વધારો થયો છે. આ અસ્થિરતાને કારણે ચોક્કસથી તાપમાન ઘટ્યું છે છેલ્લા આઠ 10 દિવસથી જે ઊંચું તાપમાન હતું. 41થી લઈને 44 ડિગ્રીની રેન્જમાં તાપમાન હતું એ અત્યારે આપણે જે અનુમાન હતું એ મુજબ તાપમાન તો નીચું આવી ગયું છે પણ અનેક જગ્યાએ માવઠાના ચાપટા પણ પડી રહ્યા છે એટલે આ ચાપટા પડી એક અસર છે. બીજા નંબરમાં પવનની ઝડપમાં પણ વધારો થયો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત જેવા વિસ્તારોની અંદર 20થી લઈને 25 કિલોમીટરની ઝડપ પવનની થઈ છે. દક્ષિણ ગુજરાતમાં હજુ આવનારા બે ત્રણ દિવસ સુધી 35થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુકાઈ શકે છે અને આજે આજે દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્ર બોર્ડરે ઝાપટા પણ પડવાની શક્યતાઓ છે. જે વિસ્તારમાં આજે ઝાપટા પડશે ત્યાં પવનની ઝડપ પણ થોડીક વધારે જોવા મળશે. પણ 15 તારીખ સુધી હજુ પણ આપણું હવામાન અસ્થિર રહેશે. અસ્થિર રહેશે એમાં ખાસ કરીને 15 તારીખ સુધી મેં આપને જણાવ્યું એ મુજબની પવનની ઝડપ વધારે રહેશે તાપમાન છે એ ઘટેલું રહેશે 15 તારીખ સુધી તાપમાન છે એ 36થી લઈને 39°ની રેન્જમાં રહેશે અને મોટા ભાગના વિસ્તારની અંદર 80થી 85% વિસ્તારની અંદર તાપમાન છે એ 40°કરતા નીચું રહેશે.

તેમણે જણાવ્યું કે, જો કે 15 તારીખથી ફરીથી હિટવેવનો એક નવો રાઉન્ડ ચાલુ થશે અને એ હિટવેવનો રાઉન્ડ છે એ લાંબો હશે અને એમાં કદાચ તાપમાન છે એ ગત રાઉન્ડ કરતાં પણ ઊંચું જઈ શકે ગત રાઉન્ડની અંદર 44 અને અમુક વિસ્તારમાં આઈસોલેટેડ વિસ્તારમાં 44.2 2 ડિગ્રી સુધી જે તાપમાન થયું હતું એ કરતાં પણ ઊંચું તાપમાન છે. એટલે લગભગ આવનારા રાઉન્ડની અંદર 45 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે એટલે આપણે 15 તારીખથી હિટલોનો નવો રાઉન્ડ ચાલુ થશે પણ 15 તારીખ સુધી આપણે પવનની ઝડપ વધારે રહેશે અને મેં આપને જણાવ્યું હતું. તેમ છૂટાછવાયા માવઠા આ માવઠાના ઝાપટાઓ છે એ પણ જોયા છે જો કે અત્યારે માવઠાના ઝાપટા પડે એ ખેતી પાકો માટે અનેક પ્રકારની નુકસાની નોતરતો હોય છે. જેમાં ફિલ્ડ ક્રોપ જે આપણે ઉનાળું પાક છે. એમાં પણ નુકસાની થાય છે અને જે કેરીના પાકો અત્યારે છે. એની અંદર પણ મોટું નુકસાન થાય તેવી શક્યતાઓ છે.

(1:08 PM IST)