હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 14th April 2025
અકિલા સાથેની વાતચીતમાં મુખ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા ઓપરેશન અંગે પુષ્ટિ
દુશ્મન દેશની જાસૂસી સંસ્થા આઇએસઆઇ દ્વારા યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલવાનું એક પ્રકારનું ગુજરાત અને દેશ વિરુદ્ધ પ્રોક્ષી યુદ્ધ હોવાનું કેન્દ્રીય એજન્સીઓ માની રહી છે.

રાજકોટ તા.૧૪: ગુજરાત પોલીસના એન્ટી ટેરરિસ્ટ સ્કોડને મળેલ ચોક્કસ બાતમી આધારે ઇન્ટરનેશનલ મેરિન બોર્ડર લાઇન કે જે દેશની સીમા નજીક આવેલ છે તેમાંથી કરોડો રૂપિયાનું અંદાજે ૩૦૦ થી ૩૨૫ કિલો ડ્રગ્સ ઝડપી પાડતા મોટો ખળભળાટ મચી ગયો છે.
આંતરરાષ્ટ્રીય જળ સીમા બોર્ડર લાઇન પરથી ડ્રગ્સ પકડાયાના અહેવાલને સમર્થન આપી હાલના તબકકે કાર્યવાહી ચાલી રહી હોવાથી સતાવાર વિગતો હવે પછી આપવામાં આવશે તેમ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
એન્ટી ટેરેરોસ્ટ સ્કોડને મળેલ માહિતી આધારે જયા ઓપરેશન પાર પાડવાનું હતું તે ઇન્ટર નેશનલ મરીન બોર્ડર લાઈને હોવાથી કોસ્ટ ગાર્ડ એને કોસ્ટ ગાર્ડ હસ્તક હોવાથી તેમની મદદથી આ ઓપરેશન પાર પડ્યાનું સૂત્રો જણાવે છે.
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
