<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

તું મુઝે જાનતા હૈ મેરા નામ રાજા બિહારી હૈ, મુઝે ઇસ એરિયા મેં સબ જાનતે હૈ ઓર તું લંબે સમયસે હોટલ ચલા રહા હૈ ઓર દેર રાત તક હોટલ ખુલી રખતા હૈ ઈસલીયે મુઝે હપ્તા દેના પડેગા : સુરતમા ફિલ્મી સ્ટાઈલમાં હોટેલ માલિક પાસે હપ્તો માંગ્યો

ધમકી આપતા આરોપીએ ચાલુ મહિના કા દશ હજાર રૂપિયા અભી દે વરના તેરે કો માર કે કાટ કે ફેક દુંગા તેમ કહી હોટલના ગલ્લામાં રહેલા રોકડા રૂપિયા 4750 બળજબરી કાઢી લીધા : ધરપકડ

સુરત તા.૧૪ :  સુરતના ઉધના વિસ્તારમાં હોટેલ ચાલુ રાખવા બાબતે ફિલ્મી સ્ટાઈલમાં હોટેલ માલિક પાસે હપ્તો માંગવામાં આવ્યો હતો તેમજ માર મારી બળજબરી પૂર્વક દુકાનમાંથી 4750 રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે ઉધના પોલીસે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ સુરતના ઉધના વિસ્તારમાં રહેતા રવીન્દ્ર રામા ચૌધરી સોનલ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ-1પાસે નોનવેજની હોટલ ચલાવે છે. ગત 11 તારીખે તે દુકાન પર હાજર હતા તે દરમ્યાન આરોપી હોટેલ પર આવ્યો હતો. તું મુઝે જાનતા હૈ મેરા નામ રાજા બિહારી હૈ, મુઝે ઇસ એરિયા મેં સબ જાનતે હૈ ઓર તું લંબે સમયસે હોટલ ચલા રહા હૈ ઓર દેર રાત તક હોટલ ખુલી રખતા હૈ ઈસલીયે મુઝે હપ્તા દેના પડેગા.

ધમકી આપતા આરોપીએ ચાલુ મહિના કા દશ હજાર રૂપિયા અભી દે વરના તેરે કો માર કે કાટ કે ફેક દુંગા તેમ કહી હોટલના ગલ્લામાં રહેલા રોકડા રૂપિયા 4750 બળજબરી કાઢી લીધા હતા. હોટલ માલિક રોકવા જતા તેને ગાળો આપી માર મારી ઈજા પહોચાડી હતી. આ મામલો ઉધના પોલીસ મથકે પહોચતા પોલીસે હત્યા, મારામારી, દારૂ સહિતના 10 ગુનામાં ઝડપાઈ ચુકેલા મહેશકુમાર ઉર્ફે રાજા રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જગ્યાએ નોનવેજની દુકાન આવેલી છે. આ દુકાનમાં એક વ્યક્તિ જેનું નામ મહેશ ઉર્ફે રાજા રાજેન્દ્ર ગુપ્તા છે. એ પોતાને રાજા બિહારી તરીકે ઓળખાવે છે. તે વ્યક્તિ મૂળ યુપીનો વતની છે તે લોકોને હેરાન પરેશાન કરતો આવે છે એટલે પોલીસે તેના પર અવાર નવાર કાર્યવાહી કરી છે. આ રાજા બિહારીએ નોનવેજની દુકાનના માલિકને એવી ધમકી આપી હતી કે તારે મને મહીને 10 હજાર રૂપિયા આપવા પડશે. આ ઉપરાંત દુકાનના કાઉન્ટરમાંથી 4700 જેટલી રકમ બળજબરી પૂર્વક કાઢી લીધા હતા. જે બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો હતો અને આરોપીની ધરપકડ કરી લીધી છે.

વધુમાં જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ અગાઉ હત્યા, મારામારી અને પ્રોહીબિશનના ગુનાઓ નોંધાયેલા હતા. પોલીસે તેના ઉપર અગાઉ ખુબ જ કડકાઈપૂર્વક કાર્યવાહી કરી બે વખત તેના પર પાસાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ વખતે પણ પોલીસે ખુબ જ ગંભીર ધારાઓ લગાવી ફરીયાદીએ જે મુજબ રજૂઆત કરી છે તે મુજબ કાર્યવાહી કરી છે. આ ઉપરાંત જે આરોપી છે તેણે અન્ય કોઈને હેરાન પરેશાન કર્યા છે કે નહી તેની પણ અમે તપાસ કરી રહ્યા છીએ, કોઈ પણ વ્યક્તિ આવીને ફરિયાદ નોંધાવશે તો અમે જરૂરથી કાર્યવાહી કરીશું અને જે આરોપી છે તેનો કોઈ બીજો કોઈ ગુનાહિત ઈતિહાસ છે કે નહી તે પણ અમે તપાસી રહ્યા છીએ.

(4:37 PM IST)