હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઠાકોર સમાજના જેટલા પણ નેતા ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે એ બધાને નખ વગરના સિંહ કરી નાખ્યા,તેઓ સમાજ માટે તો શું પોતાના માટે પણ કશું નથી : બળદેવજી ઠાકોર
પાટણ યુનિવર્સિટીમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું : સાંસદ ગેનીબેન ઠાકોર અને બળદેવજી ઠાકોર સહિત સમાજના આગેવાન અને નેતાઓ હાજર

પાટણ તા.૧૪ : પાટણ યુનિવર્સિટીમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું એક મહાસંમેલન યોજાયું હતું. જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર અને બળદેવજી ઠાકોર સહિત સમાજના આગેવાન અને નેતાઓ હાજર રહ્યા હતાં. આ મહાસંમેલનમાં ઠાકોર સમાજમાં શિક્ષણ વધારવા માટેની વાત કરવામાં આવી હતી. આ ઉપરાંત ભાજપ સરકાર પર આકરા પ્રહાર પણ કરવામાં આવ્યા હતાં. જેમાં બળદેવજી ઠાકોરે કહ્યું હતું કે, ઠાકોર સમાજના જેટલા પણ નેતા ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે એ બધાને નખ વગરના સિંહ કરી નાખ્યા છે. તેઓ સમાજ માટે તો શું પોતાના માટે પણ કશું નથી.
બળદેવજી ઠાકોરે કહ્યું કે, તમે જુઓ સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર સમાજ માટે શું વાત કરતા હતા કેટલી વિનંતી કરતા હતા કેટલું લડતા હતા પણ ભારતીય જનતા પાર્ટીમાં જયા પછી તેમની પણ વાત ક્યાં સાંભળવામાં આવતી નથી એટલે ભારતીય જનતા પાર્ટીએ જે નખ વગરનો સિંહ હોય એવા નખ વગરના સિંહો આપણા સમાજના બનાવી અને વાડામાં પૂરવાનું કામ કર્યું જગદીશભાઈ. એમાં કઈ રીતે આપણે બહાર નીકળવુંની ચર્ચા વિચારના ચિંતા કરવા માટે આપણે બધાએ આજે અહિંયા મળ્યા છીએ. ત્યારે ઘણા ઘણા સમય ઘણા લાંબા સમયથી રાજકીય પણ વાત હોય સંગઠિત થવાની વાત હોય અને સાથે સાથે આપણે બધાએ ભેગા થઈ અને આપણા બાળકોને ભણાવવાની વાત પણ કરવી પડશે.
તેમણે વધુમાં કહ્યું કે, આપણા આગેવાનોને આપણા બાળકોને ભણાવવા પણ પડશે. આ ચિંતા પણ સાથે સાથે તમારે મારે બધા ભેગા થઈને કરવી પડશે. આ ચિંતા જો આપણે નહીં કરીએ રાજકીય ખાલી ચિંતા કરીશું તો આપણને કેટલું નુકસાન પડ્યું એનો એક દાખલો આપીને મારી વાત પૂરી કરું. આ રાજના મુખ્યમંત્રી માધવજી સોલંકી સાહેબે તમારો દીકરો કે દીકરી ભણી ગણીને નોકરી કરે એટલા માટે મુખ્યમંત્રીની ગાડી છોડી અને 27% અનામત દાખલ કોના માટે કરાવી તી એટલો જવાબ તમે આપશો આપણા માટે એમાં ઘણા બધા સમા સમાજનો સમાવેશ થયો. બીજા સમાજના લોકો ઓળખી ગયા વાતને સમજી ગયા કે જો આપણે આપણા દીકરા દીકરીને નોકરી કરાવી છે તો આપણે ભણાવવું પડશે. સાહેબ આપણા કરતી નાના નાના સમાજના ઘણા બધા મિત્રો દીકરા દીકરીઓ ભણાવી રહ્યા આઈપીએસ આઈએસ કે ક્લાસ વન કે ક્લાસ ટુની તમામે તમામ જગ્યાએ પહોંચી ગયા.
તેમણે વધુમાં કહ્યું કે, આપણે માધવજી સોલંકીની વાતને સમજી શક્યા નહીં 27% અનામતનો લાભ આપણે લઈ શક્યા નહીં અને એના કારણે આજે આપણા દીકરા કે દીકરીઓ નોકરીમાં ના હોય ને તો એનું મૂળભૂત કારણ આપણે. ભારતીય જનતા પાર્ટી શું કરે છે શું નથી કરતી એમાં પડવું નથી. પણ શું કરવાથી તમારો દીકરો કે દીકરો દીકરો ભણી ગણીને નોકરી ના મેળવી લે એની તમામે તમામ પ્રકારની ખબર આ સરકાર રાખે અને સરકારમાં આપણા લોકો જઈને બેસી મત તમારા સત્તા બીજાની નિર્ણયો આપણા વિરોધમાં કોઈ કરતું હોય આ સરકાર કરતી હોય તો એ આપણા માણસોના ટેકાના કારણે તમારા વિરોધી નિર્ણયો ત્યાં સરકારમાં થઈ શકે છે. એનાથી બચવું હોય એનાથી ચેતવું હોય તો આપણે બધાય આપણા પૂરતી રાખજો પણ આવનારી ચૂંટણીમાં આપણે બધાય જ એક વાડામાં એક વાડા નહીં મિત્રો સમયવાળાનો જો આપણે સમયવાળાનો આપણે જો પ્રકાર લઈને જીલીએ તો આવનાર દિવસો આપણા માટે આથી ખરાબ આવવાના જ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
