<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

સીટી વિસ્તારમાં આરોગ્ય માટે જોખમ :હેલમેટનો કાયદો રદ કરો : સુરતના પૂર્વ ધારાસભ્યે સીએમને લખ્યો પત્ર

બપોરના સમયમાં 40-45 ડીગ્રીમાં શહેરના કોઇપણ ભાગમાં જવું હોય તો 300 થી 400 મીટરના સિગ્નલ પાસ કરવા પડે અને આ ગરમીમાં પ્રજા માટે જોખમ છે. પ્રજા હેલ્મેટમાં લુટાઈ છે અને ગરમીમાં બીમારીનો ભોગ બનશે બીજી બાજુએ લુંટાશે.

સુરતમાં હેલમેટનો કાયદો ફરજીયાત કરવામાં આવ્યો છે અને હેલમેટના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે સુરતમાં પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ ફરી એક વખત હેલમેટના કાયદાને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને શહેરી વિસ્તારમાં હેલમેટનો કાયદો રદ થવો જોઈએ તેવી માંગ કરી છે.

ધીરુભાઈ ગજેરાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે જય ભારત સાથે જાણવવાનું કે અગાઉ મે હેલ્મેટ બાબતે આપને પત્ર રાખ્યો હતો જે આજે હેલ્મેટ પ્રજાને સીટી વિસ્તારમાં આરોગ્યને માટે જોખમ રૂપ છે, કારણ કે બપોરના સમયમાં 40-45 ડીગ્રીમાં શહેરના કોઇપણ ભાગમાં જવું હોય તો 300 થી 400 મીટરના સિગ્નલ પાસ કરવા પડે અને આ ગરમીમાં પ્રજા માટે જોખમ છે. પ્રજા હેલ્મેટમાં લુટાઈ છે અને ગરમીમાં પણ બીમારીનો ભોગ બનશે બીજી બાજુએ લુંટાશે.

ધીરુભાઈ ગજેરાએ પત્રમાં લખ્યું છેકે, મારી અપીલ છે કે આપ આ નિર્ણય માટે ફેરવિચાર કરીને સીટી વિસ્તારમાં હેલ્મેટમાંથી મુક્તિ આપો. પ્રજા મંદિર જાય ત્યારે, લગ્ન પ્રસંગમાં, શ્રદ્ધાંજલિમાં, સ્કૂલોમાં, ક્યા-ક્યા સાચવે અને ઘણીવાર ગાડીઓ પરથી ચોરાઈ જાય છે. જેથી પ્રજાને પણ મારી અપીલ છે કે આપના વિસ્તારના એમ.પી., ધારાસભ્ય, તેમજ આગેવાનો પણ પત્ર લખીને રજૂઆત કરો. સરકાર આ કાયદા માટે બીલ લાવી અથવા વટ હુકમથી રદ કરે એવી મારી અપીલ છે. જેથી ગરીબ અને મધ્યમ વર્ગને મોંઘવારીમાં થોડી રાહત મળે.

મુખ્યમંત્રીને લખેલા પત્ર અંગે ધીરુભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે મે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, શહેરી વિસ્તારમાં હેલમેટનો કાયદો રદ થવો જોઈએ, એનો હું પૂર્ણ આગ્રહી છું. કારણ ગરીબ અને મધ્યવર્ગ હેલમેટના હિસાબે લુંટાઈ રહી છે. રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગની પાસે આજે સરકાર પણ કરોડો રૂપિયા ઉઘરાવી રહી છે. હેલમેટની અંદર કંપનીઓએ પણ કરોડો રૂપિયા ઉઘરાવી લીધા, પ્રજા લુંટાણી અને હેલમેટના કાયદાથી આજે 40 થી 45 ડિગ્રીની ગરમીમાં સીટી વિસ્તારમાં 10 થી 20 કિલોમીટર ગાડી ચાલતી હોય એક કિલોમીટરમાં ચાર ચાર સિગ્નલ આવતા હોય છે.

ચાર સિગ્નલો ક્રોસ કરતા તમારો દમ નીકળી જાય. એમાં એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જવું હોય તો તમને કલાકો લાગી જાય અને એ કલાકોમાં આ ગરમીની અંદર હેલમેટ પહેરવું કેટલો ત્રાસ દાયક હોય એ તો બિચારો ગરીબ અને મધ્યમ વર્ગ જ અનુભવી શકે. એસી ચેમ્બરમાં બેસતા લોકો અનુભવી ના શકે, એસી ચેમ્બરમાં બેસનારાઓની ગાડી પણ એસી હોય છે. જેથી એસી ચેમ્બરમાં બેસનારા માણસને ખ્યાલ ના હોય એટલા માટે મે ગરીબ અને મધ્યમવર્ગની લાગણી સરકારને પહોચાડી છે કે કાયદો બીલ દ્વારા કે વટહુકમ દ્વારા રદ થવો જોઈએ

(6:28 PM IST)