News of Monday, 14th April 2025
બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામ વહેલા જાહેર થાય તેવી શક્યતા: શિક્ષણમંત્રીએ આપ્યા સંકેત
શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે, 'ધોરણ 10-12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા વહેલી લેવામાં આવી હોવાથી પરિણામ પણ વહેલા જાહેર થવાની શક્યતા

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચરતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામ વહેલા જાહેર થાય તેવી શક્યતા છે, બોર્ડની પરીક્ષાના પરિણામને લઈને શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, 'ગત વર્ષની જેમ આ વર્ષે પણ પરિણામ વહેલા જાહેર થઈ શકે છે. મે મહિનાની શરૂઆતમાં બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થવાની શક્યતા. છે
રાજ્યમાં બોર્ડના પરીક્ષાના પરિણામને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, 'ધોરણ 10-12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા વહેલી લેવામાં આવી હોવાથી પરિણામ પણ વહેલા જાહેર થવાની શક્યતા છે. આ માટે બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે, ત્યારે આગામી મે મહિનાના પહેલા અઠવાડિયામાં ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થવાની શક્યતા છે.'
ગુજરાતના શિક્ષણ સ્તર મુદ્દે રાજ્યના શિક્ષણ મંત્રીએ કેજરીવાલ અને યાદવ પર ધારદાર પ્રહાર કર્યા છે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કહ્યું હતું કે, બોર્ડના પરિણામો અંગે ખોટી માહિતી સાથે કેજરીવાલ અને અખિલેશ યાદવ એ ટ્વીટ કર્યુ છે. કેજરીવાલ અને અખિલેશ યાદવનો હિન પ્રયાસ કર્યા છે. બોર્ડમાં પરિણામો અંગે બંને નેતાઓ જૂઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. બોર્ડના પરિણામો હજુ જાહેર થયા નથી છતાં બાળકોનું મનોબળ તોડવાનો હિન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ આવી ખોટી માહિતીથી દૂર રહે... આવા નેતાઓએ રાજકીય રોટલા શેકવા બાળકોનું મનોબળ ન તોડવું જોઈએ.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
