News of Monday, 14th April 2025
રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમા 1580 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 19 યાર્ડના ભાવ : જૂઓ સંપુર્ણ યાદી
ગુજરાતની 19 માર્કેટ યાર્ડમાં કુલ 1,865.97 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 19 માર્કેટ યાર્ડમાં કુલ 1,865.97 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમા 1580 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1527 રૂ. અને નીચો ભાવ 1350 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ઉનાવામાં 1572 રૂ., જસદણમાં 1530 રૂ., ગોંડલમાં 1516 રૂ., ભેસાણમાં 1510 રૂ., મોડાસરમાં 1490 રૂ., ધ્રોલમાં 1470 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,865.97 ટન કપાસની આવક થઇ છે.


(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
