<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) મોરબી માર્કેટ યાર્ડમા 3400 રૂપિયા બોલાયો : જાણો અન્ય 6 યાર્ડના ભાવ

ગુજરાતની 6 માર્કેટ યાર્ડમાં કુલ 41.97 ટન લીંબુની આવક થઇ : જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

અમદાવાદ :  આજે ગુજરાતની 6 માર્કેટ યાર્ડમાં કુલ 41.97 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) મોરબી માર્કેટ યાર્ડમા 3400 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં લીંબુનો ઉંચો ભાવ 3100 રૂ. અને નીચો ભાવ 1500 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ગોંડલમાં 3 હજારૂ રૂ., દાહોદમાં 2600 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો. કિલો લેખે જોઇએ તો રાજ્યના વિવિધ યાર્ડમાં 1 કિલો લીંબુનો ભાવ 90 રૂ.થી 170 રૂ. સુધી બોલાયો છે.
 કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 41.97 ટન લીંબુની આવક થઇ છે.

(9:35 PM IST)