તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th April 2025
રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમા 1369 રૂપિયા બોલાયો: જાણો અન્ય 13 યાર્ડમાં શું રહ્યા ભાવ
ગુજરાતની 13 માર્કેટ યાર્ડમાં કુલ 611.08 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 13 માર્કેટ યાર્ડમાં કુલ 611.08 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમા 1369 રૂપિયા બોલાયો હતો. રાજકોટમાં કપાસનો ઉંચો ભાવ 1075 રૂ. અને નીચો ભાવ 900 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ગોંડલમાં 1291 રૂ., વેરાવળમાં 1123 રૂ., વિસાવદરમાં 1121 રૂ., જસદણમાં 1065 રુ., મહુવામાં 1061 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 611.08 ટન મગફળીની આવક થઇ છે.


(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
