<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગર ખાતે તુરી બારોટ સમાજનો ભવ્ય કાર્યક્રમ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં માતૃ-પિતૃ વંદના, ભીમ ડાયરો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભાઈના હસ્તે તુરી બારોટ સમાજની મોબાઈલ એપ્લિકેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું : આરોગ્ય અને કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિ

ગાંધીનગર: ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક અધ્યક્ષતામાં અને આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં તુરી બારોટ સમાજના માતૃ-પિતૃ વંદના, ભીમ ડાયરો તથા સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિવેણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભાઈના હસ્તે તુરી બારોટ સમાજની મોબાઈલ એપ્લિકેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, તેમજ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે જણાવ્યું હતું કે, ડો. બાબાસાહેબે આપેલા બંધારણના અંગીકરણના ૭૫ વર્ષ આ વર્ષે પૂર્ણ થાય છે, એટલે એક રીતે આ વર્ષની તેમની જયંતિ આપણા સૌ માટે એક વિશેષ અવસ

 

(9:46 PM IST)