<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

રાજપીપળા જીલ્લા જેલમાં ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મ જયંતીમાં ફૂલહાર અર્પણ કરાયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ભારત રત્ન, આંતરરાષ્ટ્રીય આદર્શ, અર્થશાસ્ત્રી, સમાજ સુધારક એવા મહાપુરુષ અને ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની ૧૩૪ મી જન્મ જયંતિ નિમિતે રાજપીપળા જીલ્લા જેલ ખાતે અધિક્ષક એમ.એન.જાડેજા, જેલર આર.કે. રાઠવા નાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવેલ તેમજ તમામ કર્મચારીઓ તથા બંદિવાનો દ્વારા ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવેલ જેલના બંદીવાન ભાઈઓને પણ હાજર રાખી ડૉ. ભીમરાવ આંબેડકરના જીવનચરિત્ર વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.


 

(11:26 PM IST)