<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપ સાથે ફળ્યો છેડો

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને રાજીનામું મોકલી સોશિયલ મીડિયામાં કર્યું વાઇરલ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓ ના હક્કો માટે લડતા સુપ્રીમો એવા છોટુભાઈ વસાવાના પુત્ર મહેશભાઈ છોટુભાઈ વસાવા ગત 2024માં લોકસભાની ચૂંટણી વખતે  ભાજપમાં જોડાયા હતા. અને ભાજપનો ખેસ પહેરી સાંસદ મનસુખભાઈ વસાવાનો પ્રચાર પણ કર્યો હતો. ભાજપની વિચારધારા સાથે મેચ થઈ પોતાની રાજકીય કારકિર્દીને આગળ ધપાવવા ઇચ્છતા મહેશ વસાવાએ અચાનક પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને રાજીનામું મોકલી આપ્યું છે. આ રાજીનામું સોશિયલ મીડિયા પણ જાહેર કરી દીધું છે.

    રાજીનામુંમાં મહેશભાઈ એ જણાવ્યું છે કે હું મહેશભાઈ છોટુભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટી ના સામાન્ય સભ્ય પદ પરથી રાજીનામુ આપુ છું.કારણ કે ડો.ભીમરાવ આંબેડકર જન્મદિન પર કોટી કોટી સલામ કરી  સંવિધાન ના ઘડવૈયા ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરના જન્મદિનને ધામધૂમથી મનાવવું જોઈએ પરંતુ હાલ ભારત સંવિધાન પ્રમાણે ચાલતું હોય એવું દેખાતું નથી. હું ભારતની જનતાને બતાવવા માંગુ છું, આદિવાસી. દલિત ઓ.બી.સી મુસ્લિમ, ઈસાય (ખ્રિસ્તી), શીખ અન્ય ગરીબ પછાત  વર્ગ આપણે સાથે રહી સાથે ચાલીશું સાથે લડીશું, R S S અને BJP કી વિચાર ધારા કો ખતમ કરીશું. આગળ વધુ લડવાનું છે.  લડીશું, છૂટા પડીશું તો કપાઈ  જાઈશું જેવી વાત કરી ભાજપ પર કટાક્ષ કરી ભાજપ છોડવાની વાત જાહેર કરી છે.


 

(11:27 PM IST)