હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 14th April 2025
નાંદોદ તાલુકાના અનિદ્રા ગામમાં મકાનમાં આગ લાગતા ઘરવખરી આગમાં સ્વાહા
રાજપીપળા નગરપાલિકા ની ફાયર ટીમે આગ પર કાબુ મેળવતા રાહત

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના અનિદ્રા ગામમાં એક મકાનમાં ગતરાત્રે અચાનક આગ ભભૂકી ઉઠતા આગમાં ઘરનો બધો સામાન બળી ગયો હતો
મળતી વિગતો અનુસાર અનિદ્રા ગામમાં રહેતા યુવરાજ ડોડીયાના કાચા મકાનમાં રવિવારે રાત્રે અચાનક કોઈક કારણોસર આગ લાગતા આગમાં ઘરમાં મૂકેલો તમામ સામાન બળી જતા અંદાજે દોઢ લાખનું નુકશાન થયું છે જોકે જાણવા મળ્યા મુજબ આગ લાગતા જ ગામના લોકોમાં દોડાદોડી થઈ હતી ત્યારબાદ રાજપીપલા નગરપાલિકાના ફાયરને જાણ કરતા ફાયર ફાઇટરો તાબડતોબ ત્યા આવી આગ પર કાબુ મેળવી આગ ને આગળ વધતા અટકાવી હતી. આ આગમાં કોઈને ઇજા થઇ નથી.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
