<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

રાજપીપળાના કાલાઘોડા નગરપાલિકા કોમ્પલેક્ષના પાર્કિંગમાં પાર્ક કરેલ રીક્ષાની ચોરી

મોટાભાગની પોલીસ પરિક્રમા અને અન્ય સરકારી કાર્યક્રમોમાં વ્યસ્ત હોય ચોરોને મોકળું મેદાન મળે છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા શહેરના પ્રવેશદ્વાર કાળા ઘોડા બસ સ્ટેન્ડ પાસે આવેલા પાલિકાના કોમ્પલેક્ષના પાર્કિંગમાંથી એક રીક્ષાની ચોરી થતા માલિકે ફરિયાદ આપી છે

   પ્રાપ્ત વિગતો અનુસાર ભદ્રેશભાઇ દિલીપભાઇ વસાવા (રહે. રાજપીપળા ટેકરા ફળીયા )એ આપેલી ફરિયાદ મુજબ તેમણે તેમની રિક્ષા રાજપીપળા કાલાઘોડાની બાજુમાં આવેલ નગરપાલિકાના કોમ્પલેક્ષના પાર્કિંગમાં પાર્ક કરેલ જે બજાજ કંપનીની રીક્ષા જેનો નં.GJ-22-U-1439 જેની કિં.રૂ.૫૦.૦૦૦ ની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



 

(11:40 PM IST)